કોલંબો : શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાએ બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નામનું સમર્થન BCCIના ચેરમેન પદ માટે કર્યું છે. કુમાર સંગાકારાએ કહ્યું હતું કે BCCI બોર્ડના અધ્યક્ષનું ‘કૌશલ્યપૂર્ણ ક્રિકેટ માઇન્ડ’ અને એડમિનિસ્ટ્રેટર તરીકેનો અનુભવ સૌરવ ગાંગુલીને આ ભૂમિકા માટે ‘ખૂબ જ યોગ્ય’ અને દાવેદાર બનાવે છે.
કુમાર સંગાકારાએ સ્વીકાર્યું કે તે સૌરવ ગાંગુલીનો મોટો સમર્થક છે. સંગાકારાએ કહ્યું કે પૂર્વ ભારતીય કેપ્ટનની આંતરરાષ્ટ્રીય માનસિકતા છે, જે મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળતી વખતે પૂર્વગ્રહથી મુક્ત રહેવું જરૂરી છે.
કુમાર સંગાકારાએ કહ્યું, ‘મને લાગે છે કે સૌરવ ગાંગુલી પરિવર્તન લાવી શકે છે. હું દાદા (ગાંગુલી) નો એક મોટો ચાહક છું, તે ફક્ત ક્રિકેટર તરીકેની તેમની સ્થિતિને કારણે જ નથી, પરંતુ મને લાગે છે કે તેમની પાસે કુશાગ્ર બુદ્ધિ પ્રતિભા અને ક્રિકેટને સમજવાનું કૌશલ છે.
સંગાકારાએ કહ્યું કે તેઓ દિલથી ક્રિકેટના હિત અંગે વિચારી શકે છે. તમારી માનસિકતા આંતરરાષ્ટ્રીય સ્તરની હોવી જોઇએ. તમે ક્યાંના છો ભારતીય, શ્રીલંકન કે ઓસ્ટ્રેલિયન તે મહત્વનું નથી. ક્રિકેટ સંચાલન માટે પ્રભાવી પદ પર બેસવા માટે મહત્વપૂર્ણ છે તમારી આંતરીક સૂઝ. પ્રશાસન અને કોચીંગ પહેલા દુનિયાભરના ખેલાડીઓ સાથે તાલમેલ જાળવી તેમને રમતની દૃષ્ટીએ મુલવવાથી જ ખેલાડીનું મહત્વ સમજી શકાય છે.