Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઈપીએલ માટે ધોનીએ શરૂ કરી પ્રેક્ટિસ…

ન્યુ દિલ્હી : વર્લ્ડ કપ બાદ મહેન્દ્રસિંહ ધોની એકપણ મેચ રમ્યો નથી. અને માહીના ફેન્સ તેને ગ્રાઉન્ડ પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં ધોનીનાં ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મહેન્દ્રસિંહ ધોનીએ આઈપીએલ માટે તનતોડ મહેનત શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, જુલાઈ ૨૦૧૯ એટલે કે એક વર્ષથી ધોનીએ એક પણ મેચ રમી નથી. અને હવે તે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે આઈપીએલની તૈયારીઓમાં લાગી ગયો છે. ૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં આઈપીએલની ૧૩મી સિઝનની શરૂઆત થવાની છે. હાલમાં જ ચેન્નાઈ સુપરકિંગ્સના સુરેશ રૈનાએ કહ્યું હતું કે, ટુંક સમયમાં જ ધોનીનો હેલિકોપ્ટર શોટ તમને બધાને જોવા મળશે. આઈપીએલની તૈયારી માટે ધોનીએ નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
આટલા સમય સુધી ક્રિકેટથી દૂર રહેતાં તે સતત પ્રેક્ટિસ કરી રહ્યો નથી. એમએસ ધોનીએ રાંચીના ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનના સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આઈપીએલ પહેલાં ધોનીએ સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષમાં ઈન્ડોર પ્રેક્ટિસ કરી હતી. કોરોના અને સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમને કારણે તે બોલરનો ઉપયોગ તો કરી શકતો નથી, પણ તેણે બોલિંગ મશીન દ્વારા નેટ પ્રેકટિસ કરી હતી. ઝારખંડ ક્રિકેટ સંઘના એક અધિકારીએ જણાવ્યું કે, ધોનીએ ગત અઠવાડિયે જેસીએસએ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આવ્યો હતો અને બોલિંગ મશીનની મદદથી ઈન્ડોર પ્રેક્ટિસ કરી હતી.
તેણે વીકેન્ડમાં બે દિવસ સુધી બેટિંગની પ્રેક્ટિસ કરી હતી, પણ ત્યારપછી તે પ્રેક્ટિસ માટે પરત આવ્યો નથી. મને ખબર નથી કે તેનું શું પ્લાનિંગ છે. હવે તે પ્રેક્ટિસ માટે પરત આવશે કે કેમ તે અંગે પણ મને ખ્યાલ નથી. પણ મને એટલું ખબર છે કે પ્રેક્ટિસ માટેની સુવિધા ચકાસવા માટે તેણે ઈન્ડોર પ્રેક્ટિસ કરી હતી. લોકડાઉન લાગુ થય પહેલાં ધોની આઈપીએલની તૈયારીઓ માટે સ્ટેડિયમનો નિયમિતપણે ઉપયોગ કરતો હતો. સીએસકેની ટીમ ૨૦ ઓગસ્ટના રોજ ચેન્નાઈમાં ભેગી થઈ શકે છે. યુએઈ માટે રવાના થતાં પહેલાં ધોની સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષમાં પોતાને ફિટ રાખવા અને ફરીથી મેદાનમાં ઉતરીને ધમાકો મચાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે.

Related posts

પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને બાંગ્લાદેશને ૪૪ રને હરાવ્યું : નસીમ શાહની હેટ્રિક…

Charotar Sandesh

સચિન-ગાંગુલી દુનિયાની બેસ્ટ ઓપનિંગ જોડી, જાણો ટૉપ-૧૦માં કોણ-કોણ…?

Charotar Sandesh

કોરોના બાદ ઇંગ્લેન્ડના ક્રિકેટરોએ સૌથી પહેલા ટ્રેનિંગ કેમ્પ લગાવીને પ્રેક્ટિસ કરી શરૂ…

Charotar Sandesh