Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઈસીસીએ ૩ બાંગ્લાદેશી અને ૨ ભારતીય ખેલાડીને સજા ફટકારી…

અન્ડર-૧૯ વર્લ્ડ કપ ફાઇનલ…

દુબઈ : અન્ડર-૧૯ વિશ્વકપ ફાઇનલ બાદ થયેલી અપ્રિય ઘટનાઓ માટે આઈસીસીએ ભારતના બે ખેલાડીઓ આકાશ સિંહ અને રવિ બિશ્નોઈ અને ત્રણ બાંગ્લાદેશી ખેલાડીઓ પર આરોપ લગાવ્યા છે. આકાશ અને બિશ્નોઈ સિવાય બાંગ્લાદેશના મોહમ્મદ તૌહીદ, શમીમ હુસૈન અને રકીબુલ હસનને આઈસીસીની આચાર સંહિતાના ઉલ્લંઘનના દોષી માનવામાં આવ્યા છે. બાંગ્લાદેશની ભારત પર ત્રણ વિકેટથી જીત બાદ બંન્ને ટીમોના કેટલાક ખેલાડીઓમાં લગભગ મારામારીની સ્થિતિ આવી ગઈ હતી.

આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું, ’પાંચ ક્રિકેટરોને ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ માટે આઈસીસીની આચાર સંહિતાના લેવલ-૩ના ઉલ્લંઘનના દોષી સાબિત થયા છે. તેના પર કલમ ૨.૨૧ અને બિશ્નોઈ પર ૨.૫ના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. બધાએ સજાનો સ્વીકાર કરી લીધો છે.’

બાંગ્લાદેશના કેટલાક ખેલાડી જીત બાદ ભાવનાઓ કાબુમાં રાખી શક્યા નહીં. તેના કેપ્ટન અકબર અલીએ તેના માટે માફી માગી પરંતુ ભારતીય કેપ્ટન પ્રિયમ ગર્ગનું કહેવું હતું કે આમ થવાની જરૂર નહતી. બાંગ્લાદેશના ખેલાડીઓનું વર્તન ખરાબ હતું. આઈસીસીએ કહ્યું, ’બિશ્નોઈએ કલમ ૨.૫ના લેવલ-૧ના ઉલ્લંઘનના આરોપનો સ્વીકાર કર્યો છે જે આ મેચ દરમિયાન એક અન્ય ઘટનાનો હતો. તે ૨૩મી ઓવરમાં અભિષેક દાસને આઉટ કર્યા બાદ વધુ આક્રમક જોવા મળ્યો જે સામે વાળાને ઉશકેરી શકતો હતો. તે માટે બે ડિમેરિટ પોઈન્ટ ભરવા પડશે એટલે કે કુલ સાત ડિમેરિટ પોઈન્ટ તેના રેકોર્ડમાં બે વર્ષ સુધી રહેશે.’

બાંગ્લાદેશના તૌહીદ પર ૧૦ સસ્પેન્ડશન પોઈન્ટ એટલે કે ૬ ડિમેરિટ પોઈન્ટ. તો શમીમ પર આઠ સસ્પેન્ડશન પોઈન્ટ (છ ડિમેરિટ પોઈન્ટ) અને હસન પર ચાર સસ્પેન્ડશન પોઈન્ટ (પાંચ ડિમેરિટ પોઈન્ટ) લગાવવામાં આવ્યા છે. તમામ આરોપ મેદાની અમ્પાયરોસેમ એન અને એડ્રિયન હોલ્ડસ્ટોક, ત્રીજા અમ્પાયર રવિન્દ્ર વિમલાસિરી અને ચોથા અમ્પાયર પેટ્રિક બોંગની જેલેએ લગાવ્યા હતા. સસ્પેન્ડશન પોઈન્ટ આગામી આંતરરાષ્ટ્રીય મેચો પર લાગૂ થશે. એક સસ્પેન્ડશન પોઈન્ટનો અર્થ છે કે ખેલાડી એક વનડે કે ટી૨૦, અન્ડર ૧૯ કે એ ટીમ આંતરરાષ્ટ્રીય મેચથી બહાર રહેશે.

Related posts

ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ : ભારતની મીરાબાઈ ચાનૂ વેટલિફ્ટીંગમાં સિલ્વર મેડલ જીતી

Charotar Sandesh

અનુષ્કા-વિરાટે ૨ કરોડ દાનમાં આપીને ફંડરેઝરની કરી શરૂઆત…

Charotar Sandesh

સૌથી ઝડપી ૪,૦૦૦ રન અને ૧૫૦ વિકેટ લેનાર બીજો ખેલાડી બન્યો સ્ટોક્સ

Charotar Sandesh