Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઈસીસી રેન્કિંગ : બુમરાહે વર્લ્ડ નંબર-૧ વનડે બોલરનો તાજ ગુમાવ્યો…

ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં…

દુબઈ : ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ જાહેર કરેલા વનડે રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે. તે હવે ૭૧૯ પોઈન્ટ્‌સ સાથે વર્લ્ડ નંબર ૨ બોલર છે. ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ ૭૨૭ પોઈન્ટ્‌સ સાથે નંબર ૧ બોલર બન્યો છે. કિવિઝ સામેની સીરિઝમાં ખરાબ દેખાવથી બુમરાહના પોઈન્ટ્‌સ ઘટ્યા છે. તે ત્રણ વનડેની સીરિઝમાં એકપણ વિકેટ ઝડપી શક્યો નહોતો. ન્યૂઝીલેન્ડે સીરિઝમાં ભારતનો વ્હાઇટવોશ કર્યો હતો.
અફઘાનિસ્તાનનો મુજિબ ઉર રહેમાન અને દક્ષિણ આફ્રિકાનો કગીસો રબાડા અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ પાંચમા સ્થાને છે. ઇંગ્લેન્ડનો ક્રિસ વોક્સ, પાકિસ્તાનનો મોહમ્મદ આમિર અને ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક અનુક્રમે ૬, ૭ અને ૮મા સ્થાને છે. નવમા અને દસમા સ્થાને ન્યૂઝીલેન્ડના મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન છે.

ટોપ-૫ બોલર્સ :
ક્રમ પ્લેયર દેશ પોઈન્ટ્‌સ
૧ ટ્રેન્ટ બોલ્ટ ન્યૂઝીલેન્ડ ૭૨૭
૨ જસપ્રીત બુમરાહ ભારત ૭૧૯
૩ મુજિબ ઉર રહેમાન અફઘાનિસ્તાન ૭૦૧
૪ કગીસો રબાડા દક્ષિણ આફ્રિકા ૬૭૪
૫ પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા ૬૭૩

ગાયકવાડે કહ્યું કે, બુમરાહ જેવા વર્લ્ડ ક્લાસ બોલર માટે રિધમ મેળવી ક્યારેય અઘરી નથી હોતી. તેની કક્ષાના પ્લેયર માટે સૌથી પહેલા એ કહેવું જરૂરી છે કે, ફોર્મ ઇઝ ટેમ્પરરી, ક્લાસ ઇઝ પર્મનન્ટ. આજના સમયમાં વનડે અને ટી-૨૦માં કેટલી વિકેટ્‌સ લીધી તેના કરતા વધુ મહત્ત્વનું એ છે કે વિરોધી બેટ્‌સમેન પર કઈ રીતે દબાણ ઉભું કર્યું. બુમરાહે ઇજામાંથી પરત ફરીને સારી બોલિંગ જ કરી છે. તેમજ પોતાના વેરિએશન (વિવિધતા)નો સારી રીતે ઉપયોગ કર્યો છે. ઘણીવાર એવું થતું હોય છે કે, તમારા દિવસો ન ચાલતા હોય તો ગમે તેટલી સારી બોલિંગ ભલેને કરો, વિકેટ મળતી જ નથી.

Related posts

ભારતના યુવાઓની સામે ઓસ્ટ્રેલિયાના યંગસ્ટર હજુ પ્રાઇમરી સ્કૂલમાં છે : ચેપલ

Charotar Sandesh

બીજી ટેસ્ટ : ઓસ્ટ્રેલિયા ૩૩૮ રનમાં ઓલઆઉટ, ભારતના બે વિકેટે ૯૬ રન…

Charotar Sandesh

આઇસીસીએ સ્પાઇડર મેનનો ફોટો શેર કરી પંતને સ્પાઇડર મેન કહ્યો…

Charotar Sandesh