Charotar Sandesh
ગુજરાત

આખરે નારાજ શંકરસિંહ વાઘેલાનું એનસીપીમાંથી રાજીનામું : પ્રજાશક્તિ મોર્ચાથી મેદાનમાં ઉતરી શકે…

ગાંધીનગર : રાજ્યસભાની ચૂંટણી બાદ તુરંત એનસીપીમાંથી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. શંકરસિંહે એનસીપીના જનરલ સેક્રેટરીના પદેથી પણ રાજીનામું આપ્યું છે. મહત્વનું છે કે, એનસીપીમાં શંકરસિંહનું પદ ઘટતા અને એનસીપીના ધારાસભ્યએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મત આપતા શંકરસિંહે રાજીનામું આપ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

શંકરસિંહ વાઘેલાએ એનસીપીના જનરલ સેક્રેટરીના પદેથી રાજીનામું આપ્યુ હોવાની માહિતી તેમણે ટિ્‌વટ કરી આપી છે. શંકરસિંહે પાર્ટીના સભ્ય પદેથી પણ રાજીનામુ આપ્યું છે.

મહત્વનું છે કે અગાઉ ૪ જૂને શંકરસિંહ વાઘેલાએ એનસીપીના પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવા મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે હું સત્તા વિહોણી પાર્ટીમાં જોડાયો હતો. જો મારે સત્તા માટે જોડાવું હોત તો કોંગ્રેસમાં જ રહ્યો હોત. શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવાને લઇને અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. આ બાદ જ બાપુ પાર્ટીમાંથી રાજીનામું આપશે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી.

શંકરસિંહને પ્રમુખ પદેથી હટાવ્યા હતાં પરંતુ જનરલ સેક્રેટરીના પદે યથાવત રાખ્યાં હતાં. જો કે બાપુ તેનાથી નારાજ થયાં હતાં અને તેમણે ટ્‌વીટર પરથી પણ એનસીપી જનરલ સેક્રેટરીની ઓળખ દૂર કરી દીધી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ૧૯મીએ એનસીપી સાથે મારા સંબંધોનું ભાવિ નક્કી કરશે જેના પરિણામે આજે રાજીનામું આપી દેતાં આ પરિણામ બહાર આવ્યું હતું.

Related posts

વાઇબ્રન્ટ ગુજરાતના નામે ચાઈનીઝ કંપનીઓ સાથે સરકારની સીધી સંડોવણીઃ કોંગ્રેસ

Charotar Sandesh

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પ્રાચીન શક્તિપીઠ શ્રી બહુચરાજી ખાતે માં બહુચરની પૂજા અર્ચના કરી

Charotar Sandesh

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો મમતા સોની સહિત ભાજપમાં જોડાયા : કેસરિયો ધારણ કર્યો

Charotar Sandesh