Charotar Sandesh
બોલિવૂડ

આગામી ફિલ્મ ‘ક્રિશ ૪’માં ઋત્વિક રોશનની સાથે જોવા મળશે શાહરૂખ ખાન…

મુંબઈ : એક તરફ જ્યાં દર્શક ’વોર’ બાદ ઋત્વિક રોશનની આગામી ફિલ્મની જાહેરાતની રાહ જોઇને બેઠા છે, તો બીજી તરફ શાહરૂખ ખાનના ફેન્સ તેમને મોટા પડદે જોવા માટે ઉતાવળા થઇ રહ્યા છે. એવામાં બંનેના ફેન્સ માટે એક મોટા સમાચાર છે. જી હાં સમાચાર છે કે ઋત્વિક રોશનની આગામી ફિલ્મ ’ક્રિશ ૪’ હોઇ શકે છે, જેની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ ફિલ્મના નિર્માતા-નિર્દેશક તેના પ્રી-પ્રોડક્શનમાં ખૂબ મહેનત કરી રહ્યા છે. અને આ બંને સ્ક્રિપ્ટિંગ પર ખૂબ કામ ચાલી રહ્યું છે.

સાથે જ સમાચાર એ પણ છે કે આ ફિલ્મ માટે ઋત્વિક રોશને શાહરૂખ સાથે હાથ મિલાવ્યો છે. એક સામાચાર અનુસાર શાહરૂખ ખાન ફિલ્મ ’ક્રિશ ૪’માં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છે. સમાચાર અનુસાર ઋત્વિક રોશનનની આ ફિલ્મ ગ્રાફિક્સ અને વિઝ્યૂલ ઇફેક્ટની જવાબદારી શાહરૂખનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટને સોંપવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં આ વખતે ઋત્વિક રોશન વર્સેસ ઘણા સુપર વિલન વચ્ચે જંગ થશે.

એવામાં સ્પષ્ટ છે કે આ સુપર વિલનને બનાવવાની જવાબદારી શાહરૂખ ખાનને સોંપવામાં આવી છે. સમાચાર એ પણ છે કે આ વખતે ’ક્રિશ ૪’માં જાદૂની વાપસી થવાની છે. તમને જણાવી દઇએ કે ૨૦૦૩ આ ફિલ્મનો પહેલો પાર્ટ આવ્યો હતો. જેનું નામ ’કોઇ મિલ ગયા’ હતો, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર હંગામો મચાવી દીધો હતો. આ ફિલ્મમાં જાદૂ ’એક એલિયન’ એક મહત્વપૂર્ણ ભૂમિકા હતી, જે બાળકોમાં ખૂબ પોપ્યુલર પણ થયો હતો.

Related posts

યશરાજ ફિલ્મ્સ વિરુદ્ધ એફઆઈઆર, કલાકારોના ૧૦૦ કરોડ હડપ કરવાનો આરોપ…

Charotar Sandesh

અભિનેત્રી સન્ની લિયોની હવે ફેન્સ સાથે સેલ્ફિ નહિ પડાવે…

Charotar Sandesh

સોનુ સૂદે બેરોજગારી આપવા માટેના પોર્ટલમાં સિંગાપોર બેઝ્‌ડની કંપનીએ કર્યું ૨૫૦ કરોડનું રોકાણ

Charotar Sandesh