આણંદ : આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉપલક્ષમાં આણંદ શહેરની નગરપાલિકાના તમામ ૧૩ વોર્ડની બેઠક લેવામાં આવી. તમામ ચૂંટણી લડેલા નગરસેવકો, વોર્ડના ચૂંટણી ઇન્ચાર્જો, ગત ચૂંટણી લડેલા ઉમેદવારો તથા અન્ય વરિષ્ઠ કાર્યકર્તાઓ ની હાજરીમાં વડોદરાના સાંસદ એવા શ્રીમતી રંજનબેન ભટ્ટ જેમને આણંદ નગરપાલિકા આગામી ચૂંટણીના ઇન્ચાર્જ નીમવામાં આવ્યા છે, તેમની ઉપસ્થિતિમાં બેઠક લેવામાં આવી.
જેમાં સાંસદશ્રી રંજનબેન ભટ્ટ સાથે જિલ્લા મહામંત્રી નીરવ અમીન(એન.સી),આણંદ શહેર ચૂંટણી ઇન્ચાર્જ જિલ્લા ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ પટેલ (બાપજી), ઇન્ચાર્જ ઇંદ્રજીતભાઈ પટેલ (પી.ટી.સી), શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ, મહામંત્રી ર્ડો. સ્વપ્નિલ પટેલ, રાજેશભાઈ પઢીયાર તથા તમામ વોર્ડના સ્થાનિક નગરસેવકો તથા વોર્ડના ઇન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Jignesh Patel, Anand