આણંદ : કોરોના વાઈરસ સામે લોકો જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા છે. તેનાથી વિપરીત ઘટના આણંદ જિલ્લાના નિસરાયા ગામમાં બની છે. ગામમાં રહેતા કાકા-ભત્રીજા પાસેથી કોરોના વાઈરસના નામે ૧૫૦૦ રૂપિયા પડાવનારા આણંદના નિવૃત્ત એએસઆઈ અને તેનો ડ્રાઈવર પકડાતા પોલીસ બેડામા ચકચાર મચી ગઈ છે.સમગ્ર ભારતમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩ મે સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડઉન દરમિયાન કોઈ જરૂરિયાતમંદ કે ગરીબ વ્યક્તિને તકલીફ ન પડે તેની પુરતી કાળજી સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ લઈ રહી છે. કોરોના વાઈરસ અને લોકડાઉન દરમિયાન દાનની સરવાણી વહી રહી છે. આ બધા વચ્ચે આણંદના નિવૃત્ત એએસઆઈ દ્વારા કોરોના વાઈરસના નામે લોકો પાસેથી પૈસા પડાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. આણંદ જિલ્લા પોલીસની છબીને કલંકિત કરવાનું કાર્ય આ નિવૃત પોલીસ કર્મચારીએ કર્યું છે.
એક વેગનાર કાર નંબર ય્ત્ન-૨૩ ઝ્રમ્-૭૮૧૩ની બોરસદ તાલુકાના નિસરાયા ગામે આવેલી મજૂર તલાવડી, દેવીયા મહાદેવ પાસે પહોંચી હતી. જ્યાં એક લીમડાના ઝાડ નીચે સુઈ રહેલા જશવંતસિંહ પ્રભાતસિંહ રાજને ડ્રાયવરની જોડેની સીટમાં બેઠેલા એક સફારી અને કાળા કલરના ચશ્મા પહેરેલા શખ્સે પોતાની ઓળખ પોલીસની આપી હતી. આ ઈસમે જણાવ્યું કે, હું આણંદથી આવું છુ, હાલમાં ચાલી રહેલા કોરોના વાઈરસ સંદર્ભે પૈસા ઉઘરાવું છું, તમારે જે કાંઈ ફાળો આપવો હોય તે આપો. તેમ જણાવતાં જ ઘરમાંથી જશવંતભાઈનો ભત્રીજો અલ્પેશકુમાર રંગીતભાઈ રાજ પણ બહાર આવ્યો હતો અને બન્ને જણાએ ૧૫૦૦ રૂપિયાનો ફાળો આપ્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા.
પોલીસે રમેશભાઈ અને તેમના ડ્રાયવર હર્ષદભાઈની ધરપકડ કરીને તેમના વિરૂદ્ધ છેતરપીંડી, વિશ્વાસઘાત, લોકડાઉનના ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે.