Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદમાં ઘાસની આડમાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા…

આણંદ : જિલ્લાના અમીન ઓટો પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં દારૂનો મોટો જથ્થો આવવાની બાતમી આણંદ પોલીસને મળી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસને ટેમ્પો અમીન ઓટો પાસે મળી આવ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા તપાસ કરતા સૂકા ઘાસની આડમાં મોટી માત્રમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસને વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી પ્રોહિબ્યુસન ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તો આ સાથે જ જે વ્યક્તિના ઘરે આ દારૂના જથ્થા ઉતારવાના હતા તેની પણ અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

સ્વાતંત્ર્ય પર્વે નાપાડ તળપદમાં ગ્રામ પંચાયત કચેરીએ ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ચાઈનીઝ માંઝા અને નાણાં ધીરધારના ગોરખધંધાઓ અટકાવવા અંગે લોકોને માહિતી અપાઈ

Charotar Sandesh

ગુજરાત મીડિયા એસોસિએશનની કારોબારી મિટિંગ વડોદરા ખાતે યોજાઈ…

Charotar Sandesh