આણંદ : સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે આણંદમાં વધુ ચાર કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા. જે પૈકી ખંભાતમાં ૩ અને ઉમરેઠમાં ૧ કેસ નોંધાયો. ખંભાતના ત્રણેય દર્દીને સારવાર માટે કરમસદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઉમરેઠના દર્દીને આણંદ જનરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.