Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં વરસાદ થતા ખેડૂતોમાં વધી ચિંતા ગરમીથી સ્થાનિકોને મળી રાહત…

આણંદ : મોડી રાત્રે પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં બાળકો સહિત શહેરીજનો બહાર દોડી આવીને પહેલા વરસાદમાં પલળવાનો આનંદ માણ્યો હતો. ગુરૂવારની રાત્રે આણંદ પંથકમાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા સહિત અનેક સ્થળોએ રસ્તા, ગટર સહિતના ખોદકામ કરેલા કામની માટી બેસી જતા સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.

દોઢ ઇંચ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી-પાણીની સ્થિતિ જોવા મળી હતી. છેવાડાના અને નીચાણવાળા વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાઇ જવા પામ્યા હતા. આંકલાવ-સોજીત્રામાં પણ અડધો ઇંચ જયારે બોરસદ, તારાપુર અને ખંભાતમાં હળવા છાંટા વરસ્યા હતા. માત્ર ઉમરેઠ તાલુકામાં વરસાદની એન્ટ્રી નોંધાઇ નહતી.
આણંદ જિલ્લામાં વરસાદની એન્ટ્રીજ્યારે ગુરૂવારે રાત્રે વરસેલા વરસાદના કારણે કેટલાક સ્થળોએ પાણી ભરાઇ રહ્યાની સમસ્યા જોવા મળી હતી. જિલ્લામાં થયેલા વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોનો તૈયાર પાક ખેતરમાં બગડી ગયો છે. બીજી તરફ સ્થાનિકોને ગરમીમા ઠંડક પ્રસરતા રાહતની લાગણી અનુભવી રહ્યા છે.

Related posts

દારૂની મહેફીલ સાથે જન્મદિવસ મનાવતા બે વિદ્યાર્થીનીઓ સહિત સાત કોલેજીયનો ઝડપાયા…

Charotar Sandesh

આણંદ શહેર સહિત જિલ્લામાં આજે વધુ ૮ કેસો નોંધાયા : ૧ દર્દીનું મોત નિપજ્યું…

Charotar Sandesh

વડોદ-અડાસ રોડની નહેર ઉપર બનાવેલ પુલનું કાર્ય અધુરું મુકાતાં વાહનચાલકો હેરાન…

Charotar Sandesh