Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ : આરટીઈ એક્ટ અન્વયે વંચિત જૂથના બાળકોને ધોરણ-૧માં પ્રવેશ અપાશે : હેલ્પલાઈન નંબર જાહેર કરાયા…

  • આર.ટી.ઇ એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ : ૨૦૨૧-૨૨માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિના મૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવશે….
  • ધોરણ-૧માં પ્રવેશ આપવા માટે ઓનલાઈન https://rte.orpgujarat.com ફોર્મ ભરવાનું રહેશે…

આણંદ : આર.ટી.ઈ એક્ટ-૨૦૦૯ હેઠળ શૈક્ષણિક વર્ષ:૨૦૨૧-૨૨ માં આણંદ જિલ્લાની ખાનગી (બિન અનુદાનિત) પ્રાથમિક શાળાઓમાં નબળા અને વંચિત જુથના બાળકોને ધોરણ-૧માં પ્રવેશ આપવા માટે ઓનલાઈન https://rte.orpgujarat.com ફોર્મ ભરવાનું રહેશે.

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ:૨૫/૦૬/૨૦૨૧ થી ૦૫/૦૭/૨૦૨૧ સુધી રહેશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર-પુરાવા, કયાં અધિકારીના રજૂ કરવાના છે તે સહિતની તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.

અરજદાર જરૂરી આધાર-પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. સદર પ્રવેશ પ્રકિયા દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા કોવીડ-૧૯ મહામારીના કારણે રદ કરેલ છે.

વાલીએ ઓન લાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મતારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો, તેમજ આવકનો દાખલો વગેરે ઓનલાઈન અપલોડ ફરવાનાં રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં.એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,જિલ્લા પંચાયત કચેરી,આણંદે એક યાદીમાં જણાવેલ છે.

આણંદ જિલ્લા/તાલુકાના હેલ્પલાઈન નંબરની વિગતો નીચે મુજબ છે :

ક્રમ તાલુકાનું નામ  તાલુકાનું નામ સરનામું જવાબદાર કર્મચારીનું નામ જવાબદાર કર્મચારીનું નામ
આણંદ  તાલુકા પંચાયત કચેરી આણંદ શ્રી કલ્પેશ આર,ઠક્કર ૮૮૬૬૧૮૯૬૬૪
ઉમરેઠ તાલુકા પંચાયત કચેરી ઉમરેઠ શ્રી પીયુષ એમ.ભોજાણી ૯૪૨૮૦૬૨૭૭૮
બોરસદ તાલુકા પંચાયત કચેરી બોરસદ શ્રી કનુભાઈ વી.પટેલ ૯૪૨૬૩૮૦૩૩૭
આંકલાવ તાલુકા પંચાયત કચેરી આંકલાવ શ્રી રોબિન્સ જે પરમાર ૯૦૩૩૩૮૨૧૮૫
પેટલાદ તાલુકા પંચાયત કચેરી પેટલાદ શ્રી રશ્મીકાંત એ.પરમાર ૮૧૪૧૦૬૩૨૬૩
સોજીત્રા તાલુકા પંચાયત કચેરી સોજીત્રા શ્રી વિકાસ એમ ચૌધરી ૯૮૭૯૦૫૦૬૭
ખંભાત તાલુકા પંચાયત કચેરી ખંભાત શ્રી મનોજભાઈ પી મારવાડી ૯૬૦૧૨૯૦૫૧૪
તારાપુર તાલુકા પંચાયત કચેરી તારાપુર શ્રી કલ્પેશ એન.પટેલ ૯૭૨૭૬૮૫૭૫૦
જિલ્લા કક્ષાનો હેલ્પલાઈન નંબર:-૦૨૬૯૨-૨૬૩૨૦૫

Related posts

તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન યોજાનાર હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજન અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ

Charotar Sandesh

આણંદ જિલ્લામાં અક્ષયતૃતિયા દરમિયાન કે ગમે ત્યારે બાળલગ્ન કરાવનાર તમામ સામે કડક કાર્યવાહી કરાશે

Charotar Sandesh

ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં સરકારી વકીલ દિનેશ પટેલ તેમજ રાયટર શાંતિલાલનું સન્માન…

Charotar Sandesh