આણંદ : આણંદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે હવે અહીં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩,૦૫૦ને પાર પહોંચી છે અને મૃત્યુઆંક ૧૭ છે. જોકે, હવે કોરોનાથી આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. એચ. એલ. ધડુકનું મોત થયું છે. તેઓ યુનિવર્સિટીના ઔષધીય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્રના વિભાગીય વડા હતા. તેઓ છેલ્લા ૧૫ દિવસથી કોરોના સંક્રમિત થતા તેમને કરમસદની મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આણંદ જિલ્લામાં કોરોના વાયરસે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનો ભોગ લીધો છે આણંદ કૃષિ યુનિવર્સિટીના ઔષધીય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્રના વિભાગીય વડા ડો. એચ. એલ. ધડુકનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. ડો. ધડુક છેલ્લા ૧૫ દિવસથી કોરોના સંક્રમિત થતા કરમસદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આખરે મંગળવારે બપોરે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનું અવસાન થતા યુનિવર્સિટી પરિસરમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.