આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરાની ૦૬ બટાલિયન એન.ડી.આર.એફ.ની ટીમના સંયુક્ત ઉપક્રમે કોવિડ-19 મહામારી અંગેની લોક જાગૃત્તિ રેલી યોજાઇ…
એન.ડી.આર.એફ.ના જવાનોએ રેલી દરમિયાન માસ્ક વગર ફરતા નાગરિકો અને છુટક વેપારીઓને માસ્કનું વિતરણ કરી માસ્ક ફરજીયાત પેહરવા અપીલ કરી…
આણંદ : આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરાની ૦૬ બટાલિયન એન.ડી.આર.એફની ટીમના સંયુક્ત ઉપક્રમે આજરોજ કોવિડ- ૧૯અંગેની લોકજાગૃત્તિ અંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કલેકટર શ્રી આર.જી. ગોહિલે એન.ડી.આર. એફના જવાનોને અને નાગરિકોને કોરોના મહામારીથી બચવા માટેની તકેદારી અંગેના શપથ લેવડાવીને રેલીને કલેકટર કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવી હતી.
કલેકટર કચેરી ખાતે થી રેલીને પ્રસ્થાન કરાવ્યા બાદ આ રેલી આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. રેલી દરમિયાન એન.ડી. આર. એફના જવાનો દ્વારા માસ્ક વગર ફરતા નાગરિકો અને છુટક વેપારીઓને માસ્કનું વિતરણ કરીને ફરજીયાત માસ્ક પહેરવા અપીલ કરી હતી.
કલેકટર શ્રી આર.જી. ગોહિલે આ રેલી યોજવા પાછળનો હેતું સમજાવતા જણાવ્યું કે, નાગરિકોમાં કોરોના અંગે જાગૃત્તિ આવે અને તેઓ જાહેર સ્થળો પર જાય તો ફરજિયાત માસ્ક પહેરે, સામાજિક અંતર જાળવે અને પોતાના આરોગ્યની તકેદારી રાખે.
વડોદરા એન.ડી.આર.એફની ૦૬ બટાલિયનના ના. ઉપ કમાન્ડન્ટ શ્રી અનીલ કુમાર સીંગે એન.ડી.આર.એફ.ની ટીમ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં સ્થાનિક વહીવટી તંત્રના સહકાર થકી કોરોનાથી બચવા માટેની લોક જાગૃત્તિ સંદેશો રેલીના માધ્યમથી આપવામાં આવી રહ્યો છે. કારણે કે જયાં સુધી કોરોનાની કોઈ વેક્સિન નહીં આવે ત્યાં સુધી આપણે તકેદારી રાખવાની છે એજ એક માત્ર ઉપાય છે. તેમ કહ્યું હતું.
આ રેલીના પ્રારંભ સમયે જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષકુમાર સાહેબ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી એમ. ટી. છારી સાહેબ તથા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ડી.પી.ઓ. શ્રી વી. એસ. તિવારી, શ્રી એચ. કે. જલું
નાયબ મામલતદાર અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.