૧પથી ૧૯ નવે. દરમ્યાન આણંદ જિલ્લામાં નવા ૬૯ અને ખેડામાં ૬૬ કેસ નોંધાયા…
આણંદ : દિવાળીના દિવસોમાં આણંદ, ખેડા જિલ્લાના ખાસ કરીને શહેરી બજારોમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડયા હતા. જેમાં માસ્ક, સોશ્યિલ ડિસ્ટન્સ સહિતની બાબતોનું ઉલ્લંઘન થયાના દૃશ્યો વધુ જોવા મળ્યા હતા. લોકોની બેદરકારીના કારણે અને આ અંગે પોલીસ, આરોગ્ય સહિતના તંત્રની ઢીલી નીતિના કારણે કોરોનાએ પુન: માથું ઊંચકયું છે. છેલ્લા પાંચ દિવસમાં આણંદ જિલ્લામાં ૬૯ અને ખેડામાં ૬૬ નવા કેસ નોંધાયા છે. ચિંતાજનક બાબત એ છે કે દિવાળીની ભીડભાડની આડઅસરો હવે કોરોના પોઝિટિવ તરીકે જોવા મળી રહી છે. આજે આણંદમાં સૌથી વધુ ૧૯ અને ખેડા જિલ્લામાં ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા.
દિવાળી પર્વ દરમિયાન બજારોમાં થયેલી ભારે ભીડના કારણે કોરોના સંક્રમણ વકર્યું છે અને જેને લઈને આણંદ જીલ્લાના સુણાવ ગામે પણ ત્રણ દિવસ દરમિયાન ૧૦૦ થી વધુ કોરોના સંક્રમિત કેસો મળી આવતા સુણાવ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં પ્રવેશબંધી લાદી દેવામાં આવી છે. જાેકે આ બાબતે આણંદ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ માહિતી છુપાવામાં આવી છે. જાે ખેડા જીલ્લાના નરસંડામાં કેસ જાહેર કરાતા હોય તો આણંદ જીલ્લામાં કેમ નહી. આમ આરોગ્ય વિભાગ કોરોના સંક્રમિતોની માહિતી છુપાવાને વધુ સંક્રમણ ફેલાવાનો આક્ષેપ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવે છે. ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના નરસંડા ગામમાં કોરોના સંક્રમણના કેસોમાં બેફામ વધારો થતા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અને સવારના ૭ થી ૧૧ અને સાંજે ૪-૩૦ થી ૭-૩૦ દરમિયાન ગામમાં લોકડાઉનનો અમલ રહેશે. દિવાળી પર્વ દરમિયાન બજારોમાં થયેલી ભારે ભીડના કારણે કોરોના સંક્રમણ વકર્યું છે. અને નરસંડા ગામમાં કોરોના સંક્રમણના કેસોમાં ભારે વધારો થતા ગ્રામ પંચાયત દ્વારા કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે ગામમાં અચોક્કસ મુદતનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દરરોજ સવારે ૭ થી ૧૧ અને સાંજે ૪-૩૦ થી ૭-૩૦ દરમિયાન ગામમાં લોકડાઉનનો અમલ રહેશે. તે દરમિયાન તમામ દુકારો અને બજારો ફરજીયાતપણે બંધ રાખવામાં આવશે. જાે કોઈ વેપારી પોતાની દુકાન ખુલ્લી રાખતો જણાશે તો ગ્રામ પંચાયત દ્વારા તે વેપારી સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ગામના સરપંચ કલ્પેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામમાં કોરોના સંક્રમણને લઈને જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન ગામમાં બેંકો, દવાખાનુ, મેડીકલ સ્ટોર, પોસ્ટ ઓફિસ અને ખાતરની દુકાનને છુટ આપવામાં આવી છે. તે સિવાય અન્ય કોઈપણ વેપારી પોતાની દુકાન ખુલ્લી રાખી શકશે નહી.