આણંદ : સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઇરસની ઝપેટમાં છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં લોકડાઉન કર્ફ્યુ જાહેર કરેલ છે, ત્યારે આવી મહામારીના પગલે રોજબરોજ કામધંધો કરી આવક મેળવી રોટલો રડતા ગરીબ વર્ગના લોકો ફસાઈ ગયા છે.
જેને ધ્યાને લઈ ગામડી ગામ ઝેવિયર ગ્રુપ દ્વારા જરુરિયાતમંદને અનાજ ની કિટ નુ વિતરણ કરવામા આવ્યું. ગામડી સ્થિત પ્રેસપુરા મા ચાલતા ઝેવિયર ગ્રુપના યુવાન મિત્રોએ જરુરી સમાન ની 50 કિટ બનાવી કોરોના વાઇરસની મહામારી ના લીધે ભારત દેશમા લોક્ડાઉન હોવાથી ઘણા લોકોના રોજગાર ધંધા બંધ છે અને એવા સમયમા જરુરિયાતમંદ ને તકલીફ ના પડે તે હેતુથી આજુબાજુમા રહેતા જરુરિયાતમંદ લોકો સુધી કિટ વિતરણ કરી ને સેવાનુ ઉત્તમ ઉદાહરણ આપ્યું.