આણંદ : આણંદ જનરલ હોસ્પિટલ ખાતેથી સારવાર બાદ સ્વસ્થ થયેલા ખંભાતના ૬ દર્દીઓને જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રજા આપવામાં આવી હતી.
કોરોના મામલે હોટ સ્પોટ બનેલ ખંભાતમાં બે દિવસ અગાઉ લીધેલ ૩૪ સેમ્પલમાં એક દર્દી પોઝિટિવ અને ૩૩ નેગેટિવ રીપોર્ટ આવ્યા હતા. ત્યારબાદ છેલ્લાં પાંચ સેમ્પલ શંકાસ્પદના લીધા હતા. જેમાંથી પાંચના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા પરંતુ આઈસોલેશન વોર્ડ ખંભાતમાં ભરચક હોવાથી બે દિવસ અગાઉ ૪ શંકાસ્પદ દર્દીઓને ડાયરેક્ટ આણંદ રીફર કર્યા હતા. તેમના આજરોજ રીપોર્ટ પોઝિટિવ આવતા ખંભાત ફરીથી હોટસ્પોટ થયું હતું.
આણંદ જિલ્લામાં ખંભાત છેલ્લા ૩૬ કલાકમાં માંડ સ્થિતિ થાળે પડી હતી અને છેલ્લા બે દિવસ દરમ્યાન એક પણ કેસ પોઝિટિવ નોંધાયો ન હતો ત્યારે વધુ પાંચ કેસ પોઝિટિવ આવ્યા હતા. ખંભાતના અલિંગ વિસ્તારમાં મોતીવાળાની ખડકીમાં સરોજબેન પટવારનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોના પોઝિટિવ રીપોર્ટ આવ્યા હતા. પટવાર ફેમીલીના સંપર્કમાં આવેલા દંતારવાડા વિસ્તારના રાણા ફેમીલીના વ્યકિતઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ છેલ્લાં ૧૧ દિવસમાં અલિંગ વિસ્તારના ૧૦ મોતીવાળાની ખડકીના, ૩ અલિંગ અને દંતારવાડાના ૧૦ કુલ ખંભાતમાં ૨૫ કેસ પોઝિટિવ આવ્યા છે. ખંભાત જનરલ હોસ્પિટલમાં ૩૩ લોકોને આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખ્યા હતા એટલે તા. ૧૯ એપ્રિલના રોજ બે શંકાસ્પદ દર્દીને આણંદ જનરલ ખાતે મોકલ્યા હતા. એવી જ રીતે તા. ૨૦ ના રોજ બીજા બે દર્દીને કરમસદ ખાતે મોકલ્યા હતા. આ ચાર શંકાસ્પદ દર્દીના સેમ્પલ લીધા બાદ આજરોજ તેઓના પોઝિટિવ રીપોર્ટ આવ્યા હતા. આ ચારે દર્દી દંતારવાડા વિસ્તારના છે. ખંભાત માંડ માંડ થાળે પડતું હતું ત્યારે અન્ય ચાર દર્દીના રીપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.