Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના અપરણિત યુવાનો માટે લશ્‍કરમાં જોડાવા માટેની અમૂલ્ય તક : ભરતી રેલીનું આયોજન…

ગોધરા ખાતે લશ્‍કરની વિવિધ સાત કેટેગરી માટે તા.૫મી ઓગસ્‍ટ થી તા. ૨૨મી ઓગસ્‍ટ સુધી લશ્‍કરી ભરતી રેલીનું આયોજન…
ભાગ લેવા ઇચ્‍છતા યુવાનોએ તા. ૨૦મી જુલાઇ સુધી ઓનલાઇન અરજી કરવી…

આણંદ : લશ્‍કરી ભરતી કચેરી, અમદાવાદ દ્વારા ગુજરાતના ૨૦ જિલ્‍લાઓ અને બે (ર) કેન્‍દ્રશાસિત પ્રદેશોના ઉમેદવારો માટે આગામી તા. ૫/૮/૨૦૨૧ થી ૨૨/૮/૨૦૨૧ દરમિયન પંચમહાલ જિલ્‍લાના ગોધરા ખાતે કનેલાવ સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષ, કનેલાવ ખાતે લશ્‍કરી ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્‍ગું છે.

આ લશ્‍કરી ભરતી રેલીમાં લશ્‍કરની વિવિધ સાત કેટેગરીમાં લશ્‍કરી ભરતી રેલી યોજાનાર છે. જેમાં સોલ્‍જર જનરલ ડયુટી, સોલ્‍જર ટ્રેડમેન, સોલ્‍જર ટ્રેડમેન, સોલ્‍જર ટેકનીકલ, સોલ્‍જર ટેકનીકલ (અવિએશન/કોમ્‍યુનિકેશન એકઝામીનર), સોલ્‍જર નર્સિંગ આસિસ્‍ટન્‍ટ/નર્સિગ વેટરનરી આસિસ્‍ટન્‍ટ અને સોલ્‍જર કલાર્ક/સ્‍ટોર કીપર/ટેકનીકલ/ઇન્‍વેન્‍ટરી મેનેજમેન્‍ટની જગ્‍યાઓનો સમાવેશ થાય છે. જેમાં અપરણિત યુવાનો જોડાઇ શકશે.

સોલ્‍જર જનરલ ડયુટી માટે ઉમેદવારની ઉંમર સાડા સત્તર વર્ષથી ૨૧ વર્ષની (૦૧ ઓકટોબર,૨૦૦૦ થી
૦૧ એપ્રિલ,  ૨૦૦૪ વચ્‍ચે જન્‍મેલો હોવો જોઇએ) જેની ઉંચાઇ ૧૬૮ સે.મી., વજન ૫૦ કિ.ગ્રા. છાતી ૭૭ (પ સે.મી. ફુલાવો), જયારે ધો.૧૦ ૪૫ ટકા સાથે પાસ અને દરેક વિષયમાં ૩૩ ટકા માર્કસ હોવા જોઇએ.

સોલ્‍જર ટ્રેડમેન માટે ઉમેદવારની ઉંમર સાડા સત્તર વર્ષથી ૨૩ વર્ષની (૦૧ ઓકટોબર,૧૯૯૮ થી ૦૧ એપ્રિલ,  ૨૦૦૪ વચ્‍ચે જન્‍મેલો હોવો જોઇએ) જેની ઉંચાળ ૧૬૮ સે.મી., વજન ૪૮ કિ.ગ્રા. છાતી ૭૬ (પ સે.મી. ફુલાવો), જયારે ધો.૧૦ પાસ અને દરેક વિષયમાં ૩૩ ટકા માર્કસ હોવા જોઇએ.

સોલ્‍જર ટ્રેડમેન માટે ઉમેદવારની ઉંમર સાડા સત્તર વર્ષથી ૨૩ વર્ષની (૦૧ ઓકટોબર,૧૯૯૮ થી ૦૧ એપ્રિલ,  ૨૦૦૪ વચ્‍ચે જન્‍મેલો હોવો જોઇએ) જેની ઉંચાઇ ૧૬૮ સે.મી., વજન ૪૮ કિ.ગ્રા. છાતી ૭૬ (પ સે.મી. ફુલાવો), જયારે ધોરણ-૮  પાસ અને દરેક વિષયમાં ૩૩ ટકા માર્કસ હોવા જોઇએ.

સોલ્‍જર ટેકનીકલ અને સોલ્‍જર ટેકનીકલ (અવિએશન/કોમ્‍યુનિકેશન એકઝામીનર માટે ઉમેદવારની ઉંમર સાડા સત્તર વર્ષથી ૨૩ વર્ષની (૦૧ ઓકટોબર, ૧૯૯૮ થી ૦૧ એપ્રિલ,  ૨૦૦૪ વચ્‍ચે જન્‍મેલો હોવો જોઇએ) જેની ઉંચાઇ ૧૬૭ સે.મી., વજન ૫૦ કિ.ગ્રા. છાતી અનુક્રમે ૭૬ અને ૭૭ (પ સે.મી. ફુલાવો), જયારે ધોરણ-૧૨ સાયન્‍સ પાસ, ફીઝીકસ, કેમેસ્‍ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી ૫૦ ટકા માર્કસ અને દરેક વિષયમાં ૪૦ ટકા માર્કસ હોવા જોઇએ.

સોલ્‍જર નર્સિંગ આસિસ્‍ટન્‍ટ/નર્સિંગ વેટરનરી આસિસ્‍ટન્‍ટ માટે ઉમેદવારની ઉંમર સાડા સત્તર વર્ષથી ૨૩ વર્ષની (૦૧ ઓકટોબર, ૧૯૯૮ થી ૦૧ એપ્રિલ,  ૨૦૦૪ વચ્‍ચે જન્‍મેલો હોવો જોઇએ) જેની ઉંચાઇ ૧૬૭ સે.મી., વજન ૫૦ કિ.ગ્રા. છાતી ૭૭ (પ સે.મી. ફુલાવો), જયારે ધો.૧૨ સાયન્‍સ પાસ, ફીઝીકસ, કેમેસ્‍ટ્રી, બાયોલોજી અને અંગ્રેજીમાં ૫૦ ટકા માર્કસ અને ૪૦ ટકા માર્કસ હોવા જોઇએ.

સોલ્‍જર કલાર્ક/સ્‍ટોરકીપર/ટેકનીકલ/ઇન્‍વેન્‍ટરી મેનેજમેન્‍ટ માટે ઉમેદવારની ઉંમર સાડા સત્તર વર્ષથી ૨૧ વર્ષની (૦૧ ઓકટોબર, ૧૯૯૮ થી ૦૧ એપ્રિલ,  ૨૦૦૪ વચ્‍ચે જન્‍મેલો હોવો જોઇએ) જેની ઉંચાઇ ૧૬૨ સે.મી., વજન ૫૦ કિ.ગ્રા. છાતી ૭૭ (પ સે.મી. ફુલાવો), જયારે ધો.૧૨ પાસ ૬૦ ટકા સાથે (કોઇપણ પ્રવાહ) દરેક વિષયમાં ૫૦ ટકા માર્કસ હોવા જોઇએ અને ધો.૧૨માં પ૦ ટકા અંગ્રેજી, ગણિત, એકાઉન્‍ટ, બુક કીપીંગમાં હોવા જોઇએ.

આ લશ્‍કરી ભરતી રેલીમાં ભાગ લેવા ઇચ્‍છતા આણંદ જિલ્‍લાના યુવાન ઉમેદવારોએ પોતાના આધારકાર્ડ અને ઇ-મેઇલ આઇ.ડી.ની ચકાસણી કરીને www.joinindianarmy.nic.in ઉપર આવેલ નોટીફીકેશનનો અભ્‍યાસ કરીને તા. ૨૦/૭/૨૦૨૧ દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરેલ હશે તેવા જ ઉમેદવારો આ લશ્‍કરી ભરતી રેલીમાં ભાગ લઇ શકશે. ઉમેદવારોને લશ્‍કરી ભરતી રેલીમાં હાજર રહેવા અંગેની જાણ તેમના ઇ-મેઇલ આઇ.ડી. ઉપર તા. ૨૧/૭/૨૦૨૧ થી તા. ૪/૮/૨૦૨૧ દરમિયાન કરવામાં આવશે.

આ અંગેની વધુ માહિતીની જરૂર હોય તો લશ્‍કરી ભરતી કચેરી, અમદાવાદનો ફોન નંબર ૦૭૯-૨૨૮૬૧૩૩૮ અથવા તો મોબાઇલ નંબર-૯૯૯૮૫૫૩૯૨૪ ઉપર સંપર્ક કરવો. જયારે ઓનલાઇન ફોર્મ ભરવામાં ઉમેદવારોએ કોઇ વિસંગતતા જણાય તો આણંદની જિલ્‍લા રોજગાર કચેરીનો ફોન નંબર ૦૨૬૯૨-૨૬૪૯૯૮ અથવા તો રોજગાર સેતુ કોલ સેન્‍ટરના ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર ઉમેદવારો કોલ કરીને લશ્‍કરી ભરતી રેલી અંગે વિસ્‍તૃત માહિતી અને માર્ગદર્શન મેળવી શકશે તેમ આણંદના રોજગાર અધિકારી(જનરલ)એ એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

Related posts

ખેતરમાંથી ૪૦૦ કિલોનો મહાકાય મગર અને ૯.૫ ફૂટના અજગરને રેસ્ક્યૂ કરાયા…

Charotar Sandesh

નોકરી અપાવવાની લાલચે ૩૬ લાખ રૂપિયાની ઠગાઇ, ૫ ઝડપાયા

Charotar Sandesh

આણંદ જિલ્લામાં વિવિધ તાલુકાના કાચા માર્ગોમાંથી ડામર રોડ બનાવવા માટે રૂ. ૧૨ કરોડ મંજૂર કરાયા…

Charotar Sandesh