Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના નાગરિકોને કોરોના જાગૃતિ માટે શપથ લેવા જિલ્લા કલેકટર આર.જી.ગોહિલની હાર્દિક અપીલ…

આણંદ : ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ (કોરોના વાઇરસ) જન આંદોલન અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્‍યું છે.

આ અભિયાનના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજયમાં પણ કોરોના મહામારીમાં અટકાયત અંગે જનજનમાં લોકજાગૃતિ આવે અને સમાજના તમામ લોકો માસ્‍ક પહેરે, વારંવાર સાબુથી હાથ ધોવે, સેનેટાઇઝરનો ઉપયોગ કરે અને ૬ ફૂટનું અંતર રાખે તે આજના સમયની માંગ છે.

આ જનઆંદોલનના ભાગરૂપે આજે તા. ૧૫/૧૦/૨૦૨૦ના રોજ સવારનાં ૧૧-૦૦ કલાકે સમગ્ર જિલ્‍લાની તમામ સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ કોર્પોરેશનો, નિગમો સહિત જિલ્‍લાના પ્રબુધ નાગરિકો, ધર્મગુરૂઓ, સામાજિક-સ્‍વૈચ્‍છિક સંગઠનો, વ્‍યાપરીઓ, મહાજનો, અને સમાજના તમામ વર્ગોને કોરોના જાગૃતિ માટેના શપથ ગ્રહણ કરવા જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલે હાર્દિક અપીલ કરી છે.

આ જનઆંદોલનના ભાગરૂપે સમાજના તમામ વર્ગોએ હું માસ્‍ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું છ(૬) ફૂટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ કે સેનેટાઇઝરનો ઉપયોગ કરતો રહીશ, મારી તથા મારા સ્‍વજનોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષની ઉપચાર પધ્‍ધતિઓ અપનાવીશ અને યોગ-વ્‍યાયામ ઇત્‍યાદિથી જીવનશૈલી સુધારીશ તથા મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બિમાર લોકોની વિશેષ કાળજી રાખીશ તેવા શપથ ગ્રહણ કરવા જિલ્‍લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો છે.

તો આવો આજે આપણે સૌ એક સાથે કોવિડ-૧૯ જન આંદોલન અભિયાનમાં જોડાઇને શપથ ગ્રહણ કરીને કોરોના મહામારી અટકાયતમાં આપણું યોગદાન આપીએ.

Related posts

બ્રેકિંગ ન્યુઝ : નવી ગાઈડલાઈન જાહેર : આણંદ-નડીયાદ શહેરમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયું, જાણો વિગત

Charotar Sandesh

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા રૂ. ૫,૫૫,૫૫૫ નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાયો

Charotar Sandesh

આણંદમાં શાસ્ત્રી બાગ પાસેથી બનાવટી ચલણી નોટો સાથે એક શખ્સને ઝડપી પાડતી આણંદ ટાઉન પોલિસ…

Charotar Sandesh