Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં આજે વધુ છ કેસો નોંધાયા : અત્યાર સુધી કુલ આંકડો ૨૬૦ નોંધાયો…

શહેર સહિત જિલ્લામાં કોરોનાના ઝડપી સંક્રમણને ધ્યાને લઈ કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયા છે…

  • જિલ્લામાં રવિવારે એકપણ કેસ નોંધાયો ન હતો, જ્યારે આજે વધુ છ કેસો સામે આવતાં ચિંતાજનક વાતાવરણ…

આણંદ : ગુુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં અનલોક ૨.૦ જાહેર કરાયેલ છે, જેમાં કર્ફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવેલ છે અને જિલ્લા પોલિસ દ્વારા માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસુલવામાં આવી રહેલ છે.
ત્યારે આણંદ શહેર સિવાય ખંભાત, ઉમરેઠમાં વધુ છ વ્યક્તિઓને ઝપેટમાં લીધા છે. જોકે હજીયે સંક્રમિત અને બીમારી ધરાવતા કેટલાક લોકો કદાચ ડરના માર્યા કોરોના સેમ્પલ આપવા બહાર આવતા નથી. આથી વાસ્તવિક આંકડો કદાચ વધારે હોઇ શકેની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિત અનુસાર, આજે છ પોઝીટીવ નોંધાયેલ કેસોમાં (૧) ખંભાતના ઋણમુકેશ્વર મહાદેવ પાસે, ૪૮ વર્ષીય પુુરુષ (ર) બોરસદમાં બળીયાદેવ મંદિર પાસે ૬૦ વર્ષીય પુરુષ (૩) ઉમરેઠના પરબડી પાસે દાગજીપુરા ખાતે ૭૦ વર્ષીય પુરુષ (૪) ઉમરેઠ ભાલેજમાં અફીણી મહોલ્લામાં ૭૧ વર્ષીય મહિલા, (પ) ખંભાતમાં હાજી ફજ્જુનો મહોલ્લો ત્રણ લીમડી પાસે ૬ર વર્ષીય પુરુષ, (૬) ખંભાતમાં રેલ્વે ક્રોસીંગ પાસે નયન સોસાયટીમાં ૭૧ વર્ષીય પુરુષ નો રિપોર્ટ પોઝીટીવ આવતાં સારવારઅર્થે ખસેડવામાં આવેલ છે. આ સાથે કુલ આંકડો ૨૬૦ નોંધાયો છે. જેમાં હાલ કુલ ૩૮ દર્દીઓ સારવાર હેઠળ છે. આ સાથે અત્યાર સુધી જિલ્લામાં કુલ ૧૩ દર્દીઓ કોરોનાને લઈ મૃત્યુ પામેલ છે.

આજે પોઝિટિવ કેસ નોંધાતા તે સ્થળોએ આરોગ્ય, પોલીસ સહિતની ટીમો પહોંચી હતી. જયાં સેનેટરાઇઝ, પરિવાર અને નજીકના સંપર્કોનો મેડીકલ ચેકઅપ સર્વ તથા કન્ટેન્ટમેન્ટ ઝોન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Related posts

આણંદ : ૫ વર્ષથી નાની ઉંમરના ૨,૦૭,૬૧૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી…

Charotar Sandesh

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વડતાલ ખાતેના નવા ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરાયું…

Charotar Sandesh

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં કોરોનાની એન્ટ્રી થઈ : જિલ્લામાં કુલ સંખ્યા ૯૭ નોંધાઈ…

Charotar Sandesh