Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ-નાગરિકોએ કોરોના જાગૃતિ માટેના શપથ ગ્રહણ કર્યા…

આણંદ : ભારત સરકાર દ્વારા કોવિડ-૧૯ (કોરોના વાઇરસ) જન આંદોલન અભિયાન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્‍યું છે.

આ જનઆંદોલનના ભાગરૂપે આજે તા. ૧૫મીના રોજ સામાજિક અંતરનું પાલન કરીને આણંદ જિલ્‍લાની કલેકટર કચેરી ખાતે જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ સહિત જિલ્‍લા પંચાયત ખાતે જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર તથા જિલ્‍લા પોલીસ વડા શ્રી અજીત રાજીયન ઉપરાંત નિવાસી અધિક કલેકટર શ્રી પી. સી. ઠાકોર, મુખ્ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. એમ. ટી. છારી અને જિલ્‍લાના તમામ ઉચ્‍ચ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત જિલ્‍લા-તાલુકાની તમામ સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ કોર્પોરેશનો, નિગમો, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત સહિત જિલ્‍લાના પ્રબુધ નાગરિકો, ધર્મગુરૂઓ, સામાજિક-સ્‍વૈચ્‍છિક સંગઠનો, વ્‍યાપારીઓ, મહાજનો, અને સમાજના તમામ વર્ગના લોકોએ કોરોના જાગૃતિ માટેના શપથ ગ્રહણ કર્યા હતા.

આ જનઆંદોલનના ભાગરૂપે સમાજના તમામ વર્ગોએ હું માસ્‍ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું છ(૬) ફૂટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ કે સેનેટાઇઝરનો ઉપયોગ કરતો રહીશ, મારી તથા મારા સ્‍વજનોની રોગપ્રતિકારક શકિત વધારવા આયુષની ઉપચાર પધ્‍ધતિઓ અપનાવીશ અને યોગ-વ્‍યાયામ ઇત્‍યાદિથી જીવનશૈલી સુધારીશ તથા મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બિમાર લોકોની વિશેષ કાળજી રાખીશ તેવા શપથ ગ્રહણ કરી કોરોના જન આંદોલનમાં સહભાગી થયા હતા.

આમ, સમગ્ર જિલ્‍લા-તાલુકાના અધિકારીઓ-કમર્ચારીઓ સહિત નાગરિકોએ શપથ ગ્રહણ કરીને કોરોના જન આંદોલન અભિયાનને પોતાનું અભિયાન બનાવીને કોરોના વાઈરસને અટકાવવા માટે પોતાની પ્રતિબધ્‍ધતા વ્‍યકત કરી કોરોના સામે એક આંદોલન છેડીને કોરોનાને હરાવી રાષ્‍ટ્ર-રાજય અને જિલ્‍લાને કોરોનામુકત બનાવવા સંકલ્‍પબધ્‍ધ થયા હતા.

Related posts

કોરોનાને હરાવી સંપૂર્ણ સ્વસ્થ થતાં પૂર્વ સાંસદ દિલીપ પટેલને હોસ્પિટલમાંથી રજા અપાઈ…

Charotar Sandesh

આણંદ જિલ્લાના નાગરિકો પોતાના સ્થળ ઉપર મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલી આપી…

Charotar Sandesh

ભાજપની નવી નિતીના પગલે કોંગ્રેસ ઉત્સાહિત બની : આણંદ પાલિકા હસ્તે કરવા કમર કસી..!

Charotar Sandesh