-
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા જરૂરિયામંદ કોરોના સંક્રમિત દર્દીઓની મદદે વ્હારે આવ્યા…
આણંદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આંકલાવ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અમિતભાઇ ચાવડા દ્વારા કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આજે આણંદ જિલ્લા આયોજન અધિકારીને જરૂરિયાતમંદ દર્દીઓને કોરોના સંક્રમણમાં આવશ્યક રેમડેસીવીર ઇન્જેક્શન તેમજ કોવિડ ટેસ્ટિંગ માટે મેડિકલ સુવિધાઓ ઉભી કરવા ખાતે તાત્કાલિક ૧૦ લાખ રૂપિયાની ધારાસભ્ય ગ્રાન્ટ ફાળવી કોરોના સામેની લડાઈમાં મક્કમ રીતે ભાગીદાર બન્યા છે, મહામારીના સમયમાં વિસ્તારના લોકોની સેવા અને સહાયતા માટે અમિતભાઇ ચાવડા નો આભાર વ્યક્ત કરાયો હતો.