Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં મહી નદી બે કાંઠે : કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા અપીલ…

કડાણા ડેમમાંથી ૪.પ૦ લાખ કયૂસેક પાણી છોડાયું…

આણંદ : કડાણા ડેમમાંથી છોડવામાં આવતું પાણી ૨.૦૦ લાખથી વધારીને ૪.૫૦ લાખ ક્યૂસેક કરવામાં આવનાર છે. હાલ ૪.૨૦ લાખ છોડવામાં આવી રહ્યું છે. જ્યારે તેને ૬ લાખ સુધી કરવામાં આવનાર છે. જેથી ખોડીયાર, હાદોડ અને આંત્રોલી બ્રિજ બંધ કરવામાં આવેલો છે. તમામને સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવે છે. ઉપરવાસમાંથી પાણીની આવકને અનુલક્ષીને રૂલ લેવલ જાળવવા દેવ ડેમના ગેટ નં. ૪,૫ અને ૬ ખોલીને ૨૯૧૩.૪૮ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં દરવાજા ૩૦ સેમી જેટલા ખોલવામાં આવ્યાં છે.

કડાણા ડેમમાંથી ૪.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાના પગલે આણંદ જિલ્લાના મહી કાંઠા વિસ્તારના ગામોના ગ્રામ જનોને સાવચેત રહેવા અને નદી કાંઠા સુધી નહીં જવા અને પોતાના પશુઓને પણ નદી કિનારે નહીં લઈ જવા અથવા સલામત સ્થળે ખસેડી લેવા કલેક્ટર આર.જી ગોહિલે તાકીદ કરી છે. દરમિયાન ભારે વરસાદના પગલે અગાઉથી જ આણંદ, બોરસદ, ઉમરેઠ અને આંકલાવના પ્રાંત અધિકારી, મામલતદાર સહિત ગ્રામ્ય વિસ્તારમાંના સ્થાનિક તલાટીને પોતાના હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા કલેકટર દ્વારા આદેશ કરાયો છે. પેટલાદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.પી.પટેલ દ્વારા જણાવ્યું હતું કે આણંદ, ઉમરેઠ, બોરસદ અને સૌથી વધુ આંકલાવ તાલુકાના ગામો મહી નદી કાંઠા વિસ્તારમાં આવેલા છે.

આણંદ શહેર સહિત જિલ્લાના મોટાભાગના સ્થળોએ ગતરાત્રિથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ આણંદ જિલ્લામાંથી વહેતી મહીસાગરના જળસ્તરમાં પણ કડાણા ડેમમાંથી છોડાતા પાણીના કારણે વધારો થઇ રહ્યો છે. કડાણા જળાશય સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થવાથી પાણીથી આવકમાં વધારો થઈ રહ્યો છે, આજે સવારે ૮ કલાકે ડેમમાં પાણીનું લેવલ ૪૧૬.૧૦ તથા પાણીની આવક ૯૦૪૬૯ ક્યુસેક હતી.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તારાપુરથી વાસદ નવનિર્મિત છ માર્ગીય માર્ગનું લોકાર્પણ

Charotar Sandesh

કોરોના ઇફેક્ટ : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ઉજવાતો ભવ્ય રંગોત્સવ રદ…

Charotar Sandesh

ક્રાઈમ ન્યુઝ : આણંદના વિદ્યાનગરમાં ગર્ભવતી મહિલા પતિના મારઝુડથી કંટાળી પોલીસ શરણે પહોંચી

Charotar Sandesh