આણંદ તાલુકામાં કુલ ચાર કેશ, બોરસદ તાલુકામાં કુલ બે કેશ, ખંભાત તાલુકામાં કુલ ૨ કેસ સોજીત્રા અને પેટલાદ ખાતે એક એક કેસ…
આણંદ : આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના મહામારીના ચેપનું સંક્રમણ પુનઃ વધી રહ્યાની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અને અલગ અલગ ગામોમાં કેસો નોંધાતા લોકલ સંક્રમણ બોરસદ પંથકમાં વધી રહ્યાની ભીતિ સેવાઈ રહી છે.
બોરસદ શહેર સહિત ગ્રામ્યકક્ષાએ સંક્રમણના વધતા કેસોના કારણે તંત્રની દોડધામ સહિત સ્થાનિકોમાં ભય વ્યાપી…
આજે નોધાયેલા કેસોમાં આણંદ તાલુકામાં કુલ ચાર કેશ, બોરસદ તાલુકામાં કુલ બે કેશ, ખંભાત તાલુકામાં કુલ ૨ કેસ સોજીત્રા અને પેટલાદ ખાતે એક એક કેસ નોધાયેલ છે. જેમાં (૧) આણંદમાં હીનાબેન પટેલ ઉ.વ. ૫૩, રહે. તુલશી આંગણુ આણંદ, (૨) સરોજબેન રામાશંકર પાંડે, ઉ.વ. ૫૩, રહે. અજરપુરા પ્રજાપતિ વાસ (૩) પ્રભાબેન મફતલાલ રાણા, ઉ.વ. ૭૨, રહે. ખંભાત, ઉકાગરાની ખડકી (૪) કૈલાશબેન રાણા, ઉ.વ. ૫૯, રહે. રાણા ચોક, સોજીત્રા (પ) અંજનાબેન પટેલ, ઉ.વ. પ૮, રહે. પ-સચિન સોસા. રામનાથ રોડ, પેટલાદ (૬) રક્ષાબેન રાજેશચંદ્ર ધોબી, ઉ.વ. ૫૮, રહે. દેવની પોડ, ખંભાત, (૭) ગીતાબેન દીપકભાઈ પટેલ, ઉ.વ. ૫૧, રહે. રામજી મંદિર વાળું ફળીયું, ગામડી આણંદ (૮) કૈલાશબેન પટેલ ઉ.વ. ૬૦, રહે. બાકરોલ, વૈકુંઠ બંગલો (૯) મહેન્દ્રભાઈ પંચાલ, ઉ.વ. ૭૭, રહે. બ્રાહ્મણવાડા બોરસદ તેમજ (૧૦) દિલીપસિંહ ઉર્ફે શંભુ મહીપત જાધવ, ઉ.વ. ૨૧, રહે. રહે. બ્રાહ્મણવાડા બોરસદ નાઓનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને સારવારઅર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે.