-
આણંદ જિલ્લામાં ૪૫ ઉપરના તમામને વેકસીન લેવા અનુરોધ : કલેકટર એ સોં ટકા રસીકરણ માટે સોં ને સહયોગ માટે અનુરોધ કર્યો…
આણંદ : જિલ્લામાં આજથી ઓરોના સામે નાગરિકો ને સુરક્ષિત કરવા કરમસદ પ્રા. આરોગ્ય કેન્દ્ર ઉપર થી ૪૫ ઉપરના નાગરિકો ને સામુહિક રસીકરણ કરવા અને ખાસ ટીકાકરણ મહોત્સવ નો પ્રારંભ કલેક્ટર શ્રી આર.જી.ગોહીલ દ્વારા કરાવાયો હતો.
ત્યારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષ કુમાર અને આરોગ્ય અધિકારી શ્રીં , આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર શ્રી આર.જી.ગોહિલે જિલ્લા ના ૪૫ ઉપર ના ૫.૬૦ લાખ નાગરિકો સોં ટકા રસીકરણ કરાવે અને કોરોના સામે સુરીક્ષિત બને તે વી ભાવના અને પ્રાર્થના કરતા જિલ્લામાં આજ થી શરૂ થયેલા ટીકા મહોત્સવ ને સફળ બનાવવા પદાધિકારીશ્રીઓ, સંસ્થાઓ સોં નો સહયોગની અપેક્ષા રાખી આ અભિયાન સફળ રહેશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
કરમસદ પ્રા. આરોગ્ય કેન્દ્ર ઉપર આજે ૪૫ ઉપર ના અને વડીલો ને પણ રસીકરણ કરણ કરવામાં આવ્યું હતું. રસીકરણ અભિયાન covid-19 રસીકરણ મહોત્સવ તારીખ 11 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી યોજાનાર છે જેમાં જિલ્લા
કલેકટર શ્રી આર જી ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષકુમાર કરણ પ્રાથમિક કેન્દ્ર કરમસદ ખાતે સીનીયર સીટીઝન અને ૪૫ વર્ષથી વધુ વયના નાગરિકો ની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. પ્રારંભે પ્રા. આરોગ્ય કેન્દ્ર ના તબીબો અને તમામ સ્ટાફે કલેક્ટર શ્રી આર.જી.ગોહીલ અને ડી.ડી.ઓ શ્રી આશિષ કુમારનું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું તેમજ રસીકરણ માટે આવેલા નાગરિકો ને આવકાર આપ્યો હતો.
ગુજરાત રાજ્યમાં મળેલ રસીકરણનો સૌથી મોટા અભિયાન પૈકી આણંદ જિલ્લાનો બીજો ક્રમે આવે છે. જેમાં ગુજરાતમાં રસીકરણ આણંદ જીલ્લો ૪૯ ટકા રસીકરણ કરી બીજા ક્રમે છે આણંદ જિલ્લામાં 5.60 લાખ ની વસ્તી ની સામે 240જેટલા રસીકરણ કેન્દ્ર ઉપર રસી મૂકવામાં આવી રહી છે. અત્યાર સુધી 49% રસીકરણ કરાયેલ. કરમસદ નગરપાલિકાના પ્રમુખ શ્રી નિલેષભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી કૃતિકા બેન ઉપસ્થિત રહ્યા હતાતાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. ભાવિન પટેલ કરમસદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર સુધીર પંચાલ તથા આરોગ્ય નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.