શહેરના તમામ વહેપારી એસોશીએશનના પદાધિકારીઓ દ્વારા કલેક્ટર સાથે બેઠક યોજાઈ હતી…
તમામ દુકાનદાર, શાક માર્કેટ, મોલ, અન્ય બજારો આજથી સાંજે પાંચ વાગેથી બંધ કરી દેવા અપીલ કરવામાં આવી…
આણંદ : આણંદના વહેપારી એસોસીએસનના પ્રમુખ અને હોદેદારો દ્વારા કલેક્ટર આર.જી.ગોહીલ ને મળી તેઓની સાથે બેઠક કરી હતી.
યોજાયેલ આ બેઠકમાં કલેક્ટર એ આજે સૌને એક અપીલ કરી હતી કે કોરોના સંક્રમણ ને અટકાવવા સાંજે પાંચ વાગ્યા પછી બજારો બંધ રહે તો બજાર માં ભીડ ન થાય અને કોરોના નું સંક્રમણ ને અટકાવી શકાય. અને લોકો ને કોરોના ગ્રસ્ત થતા અટકાવી શકાય આવી ભાવના કલેક્ટર એ વેપારી આગેવાનો સમક્ષ મૂકી હતી જેનો તમામ વહેપારી આગેવાનો એ જાહેર જનતા ના હીત માં સર્વાનુમતે સ્વીકારી અને જુદા જુદા વહેપારી એસો. ના પ્રમુખો એ આજે સર્વે દુકાન દારો એ આજથી સાંજે પાંચ વાગ્યા થી બજારો બંધ રાખવા અપીલ પણ કરી હતી જે તા.૨૧ /૪/૨૦૨૧ થી ૩૦/૪/ ૨૦૨૧ સુધી ચાલશે. આમ આજથી સાંજે પાંચ વાગે બજારો બંધ રહેશે અને બીજા આદેશ સુધી રોજ સાંજે પાંચ વાગ્યા પછી બજારો સવારે છ વાગ્યા સુધી રહેશે. બેઠકમાં કલેક્ટર, આર.એ.સી. પી.સી.ઠાકોર, આસી. કલેક્ટર અને તાલીમી આઇ. એ.એસ. અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.