આણંદ શહેરની જનરલ હોસ્પીટલ ખાતે લેબોરેટરી અને ટી.બી.પરિક્ષણ માટે આધુનિક વ્યવસ્થા કાર્યરત…
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ દિનની ઉજવણી પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર તબીબોનું સન્માન કરાયુ…
માતા અને બાળ મૃત્યુ ઘટાડવા ઝુબેશના ભાગરૂપે વધુ કાર્ય કરવા કલેકટરશ્રીનો અનુરોધ…
આણંદ જિલ્લો કોરોના વેક્સીનની કામગીરીમાં બીજા ક્રમે આરોગ્ય ટીમને અભિનંદન પાઠવતા કલેકટરશ્રી આર.જી.ગોહીલ…
આણંદ : શહેરની જનરલ હોસ્પીટલ ખાતે આજે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ દિન એ.આર.ટી. સેન્ટર લેબોરેટરી, ટી.બી. નિદાન વ્યવસ્થા અને કોરોના રસકરણ માટે યોજાયેલ સંયુક્ત કાર્યક્રમોનું સાંસદશ્રી મિતેશભાઇ પટેલ, કલેકટરશ્રી આર.જી.ગોહીલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષકુમારના શુભ હસ્તે મંગળ પ્રારંભ થયો હતો.
જનરલ હોસ્પીટલ ખાતે આજે સાંસદશ્રી મિતેશભાઇ પટેલે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો જ્યારે કલેકટરશ્રી આર.જી.ગોહીલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશિષકુમાર અને તાલીમી આઇ.એ.એસ.શ્રી સચિનકુમારે કોરોના વેક્સીનનો બીજો રાઉન્ડ પૂર્ણ કર્યો હતો.
આણંદ જિલ્લામાં આર.વી.એસ. કામગીરી હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર તબીબો સર્વશ્રી ડૉ.પ્રતિક પટેલ, ડૉ.મેઘના પટેલ, ડૉ.શ્વેતા લાખાણી, ડૉ.નિકીતા પટેલ ડૉ.કેરન ગઢવીનું સાંસદશ્રી મિતેશભાઇ પટેલ, કલેકટરશ્રી આર.જી.ગોહીલ, ડી.ડી.ઓ.શ્રી આશિષકુમાર અને શ્રી વિપુલભાઇ પટેલના હસ્તે જાહેર સન્માન કરાયુ હતું.
જનરલ હોસ્પીટલ આણંદ ખાતે આધુનિક લેબોરેટરી તેમજ ટી.બી. રોગના નિદાન માટેની આધુનિક વ્યવસ્થા એ.આર.ટી. સેન્ટરની થયેલ વ્યવસ્થાનો પણ શુભારંભ થયો હતો.
રાષ્ટ્રિય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને સગર્ભા માતાઓના આરોગ્ય ચકાસણી માટેનો પણ જિલ્લા કક્ષાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો.
જનરલ હોસ્પીટલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા અગ્રણી ઓશ્રી વિપુલભાઇ પટેલ,યોગેશભાઇ પટેલ, નિરવભાઇ પટેલ,.આણંદ ન.પાલિકા કાઉન્સીલર અને પૂર્વપ્રમુખશ્રી કાન્તિભાઇ ચાવડા, શ્રી ઇન્દ્રજિતભાઇ પટેલ,મયુરભાઇ પટેલ,શ્રી સુનિલભાઇ પટેલ, . જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એમ.ટી.છારી, આર.સી.એચ.શ્રી એન.જી.પરમાર ટી.બી અધિકારી, જિલ્લા ક્ષય અધીકારીશ્રી આર.આર.ફુલમાલી મોટી સંખ્યામાં અગ્રણીઓ તેમજ જિલ્લાનો આરોગ્ય સ્ટાફ, સગર્ભા માતાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.