અગત્યની જરૂરિયાતના સમયે જે તે કચેરીના વડાનો સંપર્ક કરવો…
આણંદ : આણંદ જિલ્લામાં હાલ નોવેલ કોરોના વાયરસની (કોવિડ-૧૯) પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ આણંદ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવી શકાય તેમજ નાગરિકોને કોરોના સંક્રમણથી બચાવી શકાય તે હેતુસર સરકારશ્રીની સુચનાનુસર તથા આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો આગામી તા. ૪/૬/૨૦૨૧ સુધી નાગરિકોના હિતમાં બંધ રાખવામાં આવ્યા હોવાનું તેમજ જો અગત્યની જરૂરિયાત જણાય તો જે તે કચેરીના વડાનો સંપર્ક કરવા આણંદના નિવાસી અધિક કલેકટરશ્રીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.