Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ જિલ્‍લામાં ઉચ્‍ચતર-માધ્‍યમિક શાળાઓમાં ૨૨૩ શિક્ષકની મેરીટના આધારે નિમણૂંકપત્રો એનાયત…

સમગ્ર રાજયમાં ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં ૨૯૩૮ શિક્ષકોની ફેસલેસ અને ઇન્‍ટરવ્‍યુ સિવાય માત્ર મેરીટના આધારે ભરતી કરવામાં આવી
ભાવિ પેઢીનું ભવિષ્‍ય ઉજજવળ બને તેવી ભાવનાથી ભાવિ પેઢીને તૈયાર કરવાનો અનુરોધ કરતાં જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ

આણંદ : સમગ્ર રાજયની ઉચ્‍ચતર માધ્યમિક શાળાઓમાં  આજે ૨૯૩૮ શિક્ષકોની ફેસલેસ અને ઇન્ટરવ્યુ સિવાય માત્ર મેરીટ આધારે શિક્ષકોની ભરતી કરવામાં આવતાં  ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે નિમણુક પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. એજ પ્રમાણે રાજયના તમામ જિલ્લાઓમાં  પણ નિમણૂંક પત્રો આપવામાં આવ્‍યા હતા.

આણંદ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી આર.જી.ગોહિલના  શુભ હસ્તે જિલ્‍લામાં નિમણંક પામનાર શિક્ષક ભાઇ-બહેનોને ભલામણ/નિમણૂંક પત્રો એનાયત  કરવામાં આવ્યા હતા.

આણંદ જિલ્લાની કુલ ૨૪૩ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ પૈકી ૧૧૦ શાળાઓમાં ૨૨૩ શિક્ષક ભાઈ બહેનોની નિમણુક કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વર્ચ્‍યુઅલી જિલ્લા મથકોએ ઉપસ્થિત શિક્ષકોને બદલાતા વૈશ્વિક પ્રવાહો અને પડકારો સામે ટકી શકે તેવા વિધાર્થીઓ તૈયાર કરવા અનુરોધ કરી નિમણૂંક પામનાર તમામ શિક્ષક ભાઇ-બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્‍લા  કલેક્ટર શ્રી આર.જી.ગોહિલે જિલ્લામાં નવી નિમણુંક પામનાર શિક્ષકોને શુભેચ્છા પાઠવી હવે સમય બદલાયો છે  તેની સાથે સાથે  આધુનિક સુવિધાઓ પણ વધી છે ત્યારે એક શિક્ષક તરીકે આપણી જવાબદારી બની રહી છે કે તમામ  વિધાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી ભાવનાથી ભાવિ પેઢીને તૈયાર કરવા તથા  જિલ્લાનું નામ અગ્રેસર થાય તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

કલેકટર શ્રી ગોહિલ કે જેઓએ પોતે જયારે પ્રાથમિક શાળામાં હતા ત્‍યારે તેમના મનમાં પણ એમ હતું કે, મોટો થઇ શિક્ષક બનીશ તેમ જણાવી શિક્ષકનો દરજ્જો કેટલો ઊંચો હોય છે તેની સમજ નવનિયુકત શિક્ષક ભાઇ-બહેનોને આપી હતી.

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા નિમણુંક પત્રો અર્પણ કરવાના કાર્યક્રમમાં  અધિક નિવાસી કલેક્ટર
શ્રી પી.સી.ઠાકોર, શિક્ષણ નિયામક શ્રી મહેશ મહેતા,  જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જી. ડી. પટેલ તેમજ
અધિકારીશ્રીઓ અને નિમણૂંક પામનાર શિક્ષકો ઉપસ્થિત રહયા હતા.

જિલ્‍લા કલેકટર કચેરી ખાતે જિલ્‍લામાં નિમણૂંક પામનાર ૨૨૩ શિક્ષકો પૈકી ૨૦ શિક્ષકોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્‍યા હતા. જયારે બાકીના શિક્ષક ભાઇ-બહેનોને આણંદની ડી.એન.હાઇસ્‍કૂલ ખાતે ૫૦-૫૦ની બેચમાં સરકારની ગાઇડલાઇનનું પાલન થાય તે રીતે નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્‍યા હતા.

Related posts

બગોદરા-તારાપુર-વાસદ માર્ગના છ માર્ગીયકરણનો પ્રારંભ…

Charotar Sandesh

દાહોદથી આણંદ આવતી ખાનગી બસ પલ્ટી જતા 4 વર્ષની બાળકીનું મોત, 20થી વધુ મજૂર ઇજાગ્રસ્ત…

Charotar Sandesh

તારાપુર ખાતે મહિલા સશક્તિકરણ માટે કિશોરી મેળો યોજાયો…

Charotar Sandesh