આણંદ : આણંદ તાલુકાના અડાસ ગામમાં યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જતાં યુવક સામે ફરિયાદ દાખલ કરાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અડાસ ગામમાં રહેતા પરમાર પરિવારની એક ૧૭ વર્ષીય યુવતીને સ્થાનીક યુવાન મધ્યરાત્રએ લગ્નના ઇરાદે ભગાડી જતાં આ અંગે પોલીસ મથકે ફરીયાદ દાખલ થઇ છે. અડાસમાં પરમાર પરિવાર રહે છે. અને મજુરી કામ કરે છે. ગત તા.૧નવે.ના રોજ રાત્રે અગિયારવાગે સત્તર વર્ષીય દીકરી બારણું ખોલી ઘરની બહાર નીકળી હતી. અને પલાયન થઇ ગઇ હતી. મોડે સુધી તે પરત ન આવતાં પરિવારજનોએ મધ્યરાત્રે તેની શોઘખોળ શરુ કરી હતી. આ દરમ્યાન તેમને ખબર પડી હતી કે,તેમના સાઢુ ભલાભાઇ ઉર્ફે સોમાભાઇપુંજાભાઇ પરમારનો દીકરો શૈલેષ બાઇક ઉપર તેમની દીકરીને ભગાડી ગયો છે. જેથી તેમણે તેની શોઘખોળ કરી હતી. પરંતુ બંને મળ્યા ન હોય આજે આ અંગે તેમણે વાસદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
- Jignesh Patel, Anand