જિલ્લાના 66 પૈકી 14 જેટલા A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર જિલ્લાની એકમાત્ર શાળા…
આણંદ : આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધો. 12 સાયન્સના પરિણામમાં નોલેજ હાઇસ્કૂલ, આણંદના વિદ્યાથીર્ઓ પુનઃ અગ્રેસર સાબિત થયા હતા. નોલેજ હાઇસ્કૂલ, આણંદનું પરિણામ 86.37 ટકા રહેવા પામ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ જીલ્લાનું પરિણામ 62.05 ટકા રહેવા પામ્યું છે. નોલેજ હાઇસ્કૂલ, આણંદના કુલ 14 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. જ્યારે 65 વિદ્યાર્થીઓએ 90 કરતા વધુ PR મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું હતું.
નોલેજ હાઇસ્કૂલ, આણંદના માસ્ટર જીંકલ હીરેનકુમાર 99.90 પીઆર સાથે પ્રથમ ક્રમે, પટેલ સલોની દીલીપકુમાર 99.86 PR સાથે દ્વિતિય ક્રમે તથા પ્રજાપતિ રાજ જીતેન્દ્રકુમાર 99.86 PR સાથે તૃતિય ક્રમ રહેવા પામ્યા હતા.
NCERT અભ્યાસક્રમના અમલીકરણ બાદની પ્રથમ બોર્ડ પરીક્ષામા જ્યારે સમગ્ર ગુજરાતમાં A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે ત્યારે આણંદ જિલ્લામાંથી એક જ શાળામાંથી 14 જેટલા A2 ગ્રેડ નોલેજ હાઇક્સૂલના વિદ્યાર્થીઓએ પાપ્ત કર્યા હતા. નોલેજ ગ્રુપ, આણંદના ચેરમેન રાજેશ ચૌહાણે સૌ વિદ્યાર્થીઓને ઉત્તમ પરિણામ બદલ અભિનંદન પાઠવી ઉજવળ ભવિષ્ય માટેની શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેઓએ આ ઉત્તમ પરિણામ માટે નોલેજ હાઇસ્કૂલ, આણંદના સર્વ સંચાલક, પ્રિન્સીપાલ, અને શિક્ષકોને પણ અભિનંદન પાઠવ્યા હતા.