Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : ભારદારી વાહનોના પ્રવેશ પ્રતિબંધ પર તંત્રના ‘ચાર દિન કી ચાંદની’ જેવા આયોજન…

  • પુનઃ બેરોકટોક ભારે વાહનોના પ્રવેશાગમન પાછળ શું હપ્તાખોરીના ખેલ? જેવા સવાલો સાથે ભાલેજ ઓવરબ્રીજ પર પુનઃ ટ્રાફિક સમસ્યા વકરવા પામશેની ભીતી સ્થાનિકો દ્વારા સેવામાં આવી રહી છે…
  • ચાર દિવસ અમલવારી કરવામાં આવ્યા બાદ પુનઃ ભારદારીના પ્રવેશ કાર્યરત થતાં એક બાજુ સ્થાનિકો દ્વારા ટ્રાફીક જામના દ્રશ્યો ઉભા થવાની આશંકા ઉઠવા પામી…

આણંદ : શહેરમાં સવારના ૮ થી રાતના ૮ સુધી ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવામાં આવ્યા સાથે અંતર્ગત પખવાડીયા પુર્વ શહેરના ભાલેજ ઓવરબ્રીજ પરથી પસાર થતા ભારદારી વાહનોના પ્રવેશ અટકાવવા ટ્રાફિક જવાન ફરજ બજાવતા હતા.

પરંતુ પ્રતિબંધ નિયમની અમલવારી ચાર દીન કી ચાંદની સમાન બનવા પામતા પુનઃ ભારે વાહનોના પ્રવેશના પગલે ભાલેજ ઓવરબ્રીજ પુનઃ ટ્રાફિક સમસ્યા વકરવા પામશેની આશંકા સ્થાનિકો દ્વારા વ્યકત કરવામાં આવી રહયાનું જાણવા મળેલ છે. કે પચી ભારદારી વાહનો પુનઃ પ્રવેશ પર હપ્તાખોરીના ખેલની ચર્ચા ઉઠવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના સામરખા ચોકડી હોય કે ચીખોદરા ચોકડી બંને માર્ગ પરથી સરકારના ૮થી રાતના ૮ વાગ્યા સુધી સમયગાળા દરગમિયાન ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત પખવાડીયા પુર્વ શહેરના ભાલેજ ઓવરબ્રીજ નજીક ટ્રાફિક જવાનની ફરજ ઉભી કરવામાં આવી હતી. પરંતુ પ્રતિબંધ ના નિયમની અમલવારી ચાર દિન કી ચાંદની સમાન બનવા પામી હોય તેમ પુનઃ બેરોકટોક ભારે વાહનોના પ્રવેશાગમન પાછળ શું હપ્તાખોરીના ખેલ? જેવા સવાલો સાથે ભાલેજ ઓવરબ્રીજ પર પુનઃ ટ્રાફિક સમસ્યા વકરવા પામશેની ભીતી સ્થાનિકો દ્વારા સેવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દાયકા પુર્વ આણંદ-સામરખા ચોકડી ને જોડતા ભાલેજ ઓવરબ્રીજ સાકાર કરવામાં આવ્યો હતો. પરંતુ જે તે સમયે પુલ તે સમયની વસ્તી તથા વાહનોના આવાગમનના આધારે બનાવવામાં આવ્યો હતો. પરંતુ આણંદ જિલ્લો બનતા સ્થાનિક સ્તરે વસ્તી વધવા ઉપરાંત વાહનોની આવાગમનની સંખ્યા પણ અગણીત વધવા પામતા ભાલેજ ઓવરબ્રીજ પર પ્રતિદિન ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવા પામતા હતા. જેના કારણે વર્ષ ૨૦૧૬ ના સમયગાળામાં તત્કાલીન કલેકટર દ્વારા પુલને પહોળો બનાવવાના આયોજન હાથ ધર્યા હતા પરંતુ તે નિષ્ફળ જિલ્લા કલેકટરની અન્યત્ર બદલી તથા પાલિકાના ઈજનેર સૈયદની વયનિવૃત્તિના કારણે થવા પામ્યું હતું. બાદમાંઅવારનવાર સ્થાનિક સ્તરેથી પુલને પહોળો કરવાની માંગ કરવામાં આવતી હતી. જેથી પખવાડીયા પુર્વ તંત્ર દ્વારા ભાલેજ પુલ પર વધતા જતા ટ્રાફિક ભારણના કારણે ભારદારી વાહનોના પ્રવેશ પર સવારના આઠથી રાતના આઠ વાગ્યા દરમિયાન પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા.

પરંતુ માત્ર ચાર દિવસ અમલવારી કરવામાં આવ્યા બાદ પુનઃ ભારદારીના પ્રવેશ કાર્યરત થતાં એક બાજુ સ્થાનિકો દ્વારા ટ્રાફીક જામના દ્રશ્યો ઉભા થવાની આશંકા ઉઠવા પામી હતી તો બીજી તરફ પુનઃ ભારદારી વાહનોના પ્રવેશ પાછળ હપ્તા ખોરીના રાજકારણ ખેલ તો ઉભા નથી થયાની ભીતી પણ સેવવામાં આવી રહયાનું જાણવા મળેલ છે. ત્યારે તંત્ર દ્વારા આ મુદ્દે સજાગ બની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેવા સવાલો ઉઠવા પામી રહયા છે.

Related posts

આરટીઈ હેઠળ પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓના વાલીઓનો ડીઇઓ કચેરીએ હોબાળો…!

Charotar Sandesh

આણંદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના ઓપરેટરને રપ હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યો

Charotar Sandesh

ઇસ્ટ આફ્રિકાની ધરતી પર નિર્માણ થનારું વડતાલ તાબાનું પ્રથમ સ્વામિનારાયણ મંદિર…

Charotar Sandesh