Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : મૂળ ગુજરાતીનું અમેરિકામાં કરૂણ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ…

આણંદ : કોરોના વાયરસની મહામારી હાલ વિશ્વના તમામ દેશોમાં કાળો કહેર વર્તાવી રહી છે. અમેરિકા સહિત કેટલાંયે દેશોમાં હજારો નહીં લાખોની સંખ્યામાં લોકો કોરોનાની બલિ ચઢી ચૂક્યા છે. અમેરિકામાં કોરોનાનો આંકડો લાખોમાં પહોંચ્યા છે, જેમાં અનેક ભારતીયો સહિત ગુજરાતીઓ કોરોનાના સંક્રમણના ભરડામાં આવ્યા છે. ત્યારે વધુ એક ગુજરાતીનું અમેરિકામાં કરૂણ મોત થતા પરિવાર ઉંડા શોકમાં ગરકાવ થઈ ચૂક્યો છે. આણંદના વાસણા ગામના યુવકનું અમેરિકામાં કોરોનાથી મોત થયું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમેરિકામાં વધુ એક ગુજરાતીના મોતના સમાચાર મળી રહ્યા છે. આણંદના વાસણા ગામના યુવકનું અમેરિકામાં કોરોનાથી મોત થયું છે. આ કેસમાં જાણવા મળી રહ્યું છે કે આણંદના વાસણા ગામના યુવક વર્ષોથી અમેરિકા સ્થાયી થયો હતો. જે અચાનક કોરોના વાયરસના સંક્રમણમાં આવ્યો હતો, અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. અમેરિકામાં યુવકના મોતના સમાચાર મળતા જ આણંદમાં રહેતા પરિવારજનોમાં શોકની લાગ્ણી પ્રસરી ગઈ છે. અગાઉ પણ આણંદના અનેક લોકોના અમેરિકામાં કોરોનાથી મોતના સમાચાર મળી ચૂક્યા છે.
અગાઉ આણંદના અને છેલ્લા પાંચેક વર્ષથી પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયેલા યુવકનું કોરોનાના કારણે પેન્સિલવીનીયામાં મૃત્યુ થયું હતું. યુવકને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરાયા હતા. પરંતુ તેમનું મૃત્યુ થતા યુવકના મૃત્યુથી આણંદમાં રહેતા તેમના પરિવારમાં શોક માહોલ જોવા મળ્યો છે.

Related posts

રાહત : આણંદ જિલ્લામાં કોરોનાનો માત્ર ૧ કેસ નોંધાયો : રાજ્યમાં આજે નવા ૧૩૮ કેસો…

Charotar Sandesh

આંકલાવ તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂત વિરોધી કાળો કાયદો રદ કરવા અને શિક્ષણ ફી માફ મુદે રેલી-ધરણા કાર્યક્રમ

Charotar Sandesh

આણંદમાં લેન્ડ માફિયા વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત પ્રથમ ગુનો નોંધાયો…

Charotar Sandesh