આ બાબતે આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા તાત્કાલિક કૃષિ મંત્રી આર.સી.ફળદુને પત્ર લખી આ પ્રશ્નનો નિરાકરણ લાવવા અનુરોધ કરાયો હતો…
આણંદ : કોરોનાના કહેરને અટકાવવા માટે દેશમાં ર૧ દિવસનું લોકડાઉન જાહેર કરાયું હતું. દરમ્યાન તાજેતરમાં ખેતી કામ માટે ખેડૂતોને સમયની છૂટ આપવામાં આવી છે. પરંતુ બાજરીની રોપણી કરવામાં આવેલ હોવાથી ત્રણ-ચાર દિવસમાં યુરિયા ખાતરનો છંટકાવ કરવામાં ન આવે, તો તે પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતોમાં સર્જાવા પામી છે.
જેથી, આ બાબતે આણંદ જિલ્લામાં લોકડાઉનના પગલે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, આ પ્રશ્ને જિલ્લાના ખેેડૂતો દ્વારા સાંસદ મિતેશભાઈ પટેલ (બકાભાઈ)નો સંપર્ક કરી માંગણી કરવામાં આવી હતી. દરમ્યાન આણંદ સાંસદ દ્વારા યોગ્ય તપાસ કરી કૃષિ મંત્રી આર.સી. ફળદુને પત્ર લખી આ પ્રશ્નાનો નિરાકરણ લાવવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવેલ કે, જે લોકડાઉનના પગલે યુરિયા ખાતરની અછત સર્જાઈ છે, તેનો ટુંક સમયમાં નિરાકરણ કરી ખાતરની વ્યવસ્થા કરવામાં આવશે.