રિપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને ડોક્ટરોની સલાહ મુજબ હોમ કોરેન્ટાઈન કરાયા છે…
આણંદ : જિલ્લામાં કોરોનાના કેસો દિવસે-દિવસે ઘટતાં જોવા મળી રહ્યા છે, ત્યારે આજરોજ આણંદ લોકસભા પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને ડોક્ટરોની સલાહ-સૂચન બાદ હોમ કોરેન્ટાઈન કરવામાં આવેલ છે. આ બાબતની જાણ તેઓએ ફેસબૂકના માધ્યમથી કરતાં સૌએ જલ્દી સ્વસ્થ થાઓ… અને લોક સેવામાં પુનઃ કાર્યરત થાઓ… તેવી પ્રભુને પ્રાર્થના કરેલ છે.