ખંભાત ૫, તારાપુર ૬ અને સૌથી વધુ નડિયાદમાં ૯ ઇંચ વરસાદ નોંધાયો…
હજુ થોડા સમય પહેલા શરૂ કરાયેલ તુલસી ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો-રહીશો પરેશાન થયા હતા…
તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. તેમાં ઠેર ઠેર ભુવા પડતા વાહનો ફસાયા છે…
આણંદ શહેરમાં તાજેતરમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી અને યોગ્ય માટી પુરણ નહી થવાના કારણે ભારે વરસાદ થતા તમામ માર્ગો પર ભુવા પડી ગયા છે…
આણંદ : શહેરમાં હજુ તો ચોમાસાની શરૂઆત થઈ નથી, ત્યારે તૌકતે વાવાઝોડા બાદ નગરપાલિકા તંત્રની પ્રી-મોન્સૂન પ્લાનની કામગીરી પોલ ખૂલી જવા પામી છે. જેમાં ઠેર-ઠેર રસ્તાઓ ઉપર ભૂવાઓ- પાણી ભરાયા હતા જેને પગલે વાહનચાલકો-રહીશો હેરાન-પરેશાન થયા હતા.
તાઉ-તેની અસરમાં ધોધમાર વરસેલો વરસાદે પાલિકાના માર્ગો ઉપરની ગંદકી, વરસાદી પાણીનો ભરાવો અને મિલ્કસિટીમાં જાહેર માર્ગો અને સોસાયટીઓ તેમજ વિકસિત વિસ્તારોમાં કાદવ કિચચડની સ્થિતિથી નાગરિકો હેરાન થઇ રહ્યાં છે. જેમાં તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. તેમાં ઠેર ઠેર ભુવા પડતા વાહનો ફસાયા છે. આણંદ શહેરમાં તાજેતરમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી. અને યોગ્ય માટી પુરણ નહી થવાના કારણે ભારે વરસાદ થતા તમામ માર્ગો પર ભુવા પડી ગયા છે. અમુલ ડેરી રોડ પર રોડની સાઈડમાં પાર્ક કરેલા વાહનો આ ભુવામાં ફસાઈ ગયા હતા. જેમાં ક્રેઈનથી બહાર કાઢવામાં આવ્યા હતા. શહેરના તમામ માર્ગો પર ભુવાઓ પડેલા છે. જેના કારણે લોકો પસાર થવામાં પણ ભય અનુભવી રહ્યાં છે. જાહેર માર્ગો ઉપર હજુ પણ પાણી નજરે ચઢી રહ્યાં છે. જ્યાં પાણી ઉતર્યા ત્યાં કાદવ કિચ્ચડની સ્થિતિ જનતાને પરેશાન અને રોષે ભરાયા હતા.
હજુ થોડા સમય પહેલા શરૂ કરાયેલ તુલસી ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો-રહીશો પરેશાન થયા હતા, ત્યારે બીજી તરફ અમૂલ ડેરીથી લઈને ગુરુદ્વારા સર્કલ સુધી માર્ગની સાઈડમાં ઠેર ઠેર મોટા ભુવા પડ્યા છે. જ્યારે ગુરુદ્વારા સર્કલ પાસે ભુવો પડતા રોડ પણ તુટી ગયો છે. જ્યારે મહેન્દ્ર શાહ ચોકડીથી સરદાર બાગ પોલીસ ચોકી અને નવા બસ સ્ટેન્ડ સુધીના માર્ગની બાજુમાં મોટા મોટા ભુવાઓ પડ્યા છે. જેના કારણે લોકો અહીયાથી પસાર થવામાં પણ ભય અનુભવી રહ્યાં છે. જ્યારે મોટી ખોડીયાર માર્ગ પર મોટા ભુવાઓ પડ્યા છે. જેમાં આખી ટ્રક ઉતરી જાય તો પણ ખબર પડે નહી તેટલા મોટા ભુવાઓને લઈને અહીયાથી પસાર થવામાં લોકો દહેશત અનુભવી રહ્યાં છે.