આણંદ શહેર સહિત ચીખોદરા-હાડગુડ-વડોદ-આંકલાવ-તારાપુર-ખંભાત-પેટલાદ તેમજ બોરસદમાં પોઝીટીવ કેસો નોંધાતા ફફડાટ વ્યાપી…
આણંદ : જિલ્લામાં કોરોના વાયરસનો ફેલાવો ચિંતાજનક રીતે વધી રહ્યો હોવા સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પગપેસારો કર્યાની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. આજે બપોર સુધી જિલ્લામાં નોંધાયેલા કુલ 12 નવા પોઝિટિવ કેસોમાં ગ્રામ્ય વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. જેથી આરોગ્ય તંત્ર ચિંતિત બનવા સહિત સ્થાનિકોમાં પણ કોરોનાની ભીતિ વ્યાપી રહી છે.
આણંદ શહેરના ઈસ્માઈલનગરમાં સીમાબેન દીપેશભાઈ ખોજા ઉ.વ. ૫૦, ચીખોદરા ગમોટપુરામાં રહેતા રંજનબેન રોનકભાઈ ઠાકોર ઉ.વ. ૨૦, હાડગુડ ગાયત્રીનગરમાં રહેતા રાકેશભાઈ કીરીટભાઈ ગોસ્વામી ઉ.વ. ૩૭, વડોદ હાઈસ્કુલ પાસે રહેતા જ્યંતિભાઈ ચતુરભાઈ પટેલ ઉ.વ. ૬૮ અને આણંદ પ્રથમા સોસાયટીમાં રહેતા વીમળાબેન એચ. ઠાકોર ઉ.વ. ૩૧, આંકલાવ તાલુકાના નવાખલ ગામે રહેતા હંસાબેન કે. ગોસાઈ ઉ.વ. ૮૦, સીમાબેન મુસ્તાકભાઈ વ્હોરા ઉ.વ. ૩૬ રહે. બોરસદ વ્હોરવાડ, રમીલાબેન ઘનશ્યામભાઈ પટેલ ઉ.વ. ૫૫ રહે. બોરસદનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં સાત કેસ પોઝીટીવ આવ્યા છે.
આરોગ્ય સહિતના તંત્ર દ્વારા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવા સહિત તેઓના વિસ્તારમાં કન્ટઈેન્ટમેન્ટ ઝોન, સેનેટાઇઝર તથા વિસ્તારના લોકોના મેડીકલ સર્વ સહિતની કામગીરી હાથ ધરી હતી. ધન્વન્તરી રથ ગામડે ગામડે ફેરવીને આયુર્વેદિક દવા વિતરણ કરવામાં આવી રહી છે, સાથે સાથે શંકાસ્પદ લાગતા શરદી, ઉધરસ, ખાંસી ધરાવતા લોકોની ખાસ તપાસ કરવામાં આવે છે.