આણંદ : તૌકતે વાવાઝોડાને પગલે જિલ્લામાં ભારે અફરાતરફી મચી જવા પામી છે, ત્યારે બીજી તરફ શહેરના ગોપાલ ચોકડી પાસે બપોરના સમયે ઈન્ડીયન બેંકના એટીએમમાં અચાનક આગી ફાટી નીકળતાં ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોની ભીડ જામી હતી.
આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડના જવાનોને કરાતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કીટથી લાગેલ હોવાનું જાણવા મળેલ છે અને કોઈ જાનહાની થયેલ નથી.
- Jignesh Patel, Anand