આણંદ : આજે ૧૫૦૦ જેટલા વ્યક્તિઓએ માસ્ક પહેરીને સેલ્ફી સોશ્યલ મિડીયામાં અપલોડ કરીને મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા પ્રેરિત અભિયાન “હું પણ કોરોના વોરિયર્સ” ને પોતાનું સમર્થન આપ્યું હતું સાથે સાથે આરોગ્ય સેતુ એપને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ પણ કરી હતી.
આણંદ શહેરમાં સેવા, સ્વચ્છતા અને અનેક પ્રકારના જનજાગૃતિના અભિયાનો સફળતાપૂર્વક પાર પાડી સંસ્થા સી. ટુ.સી. સંસ્થાએ આજે આણંદ શહેરમાં સામજિક અંતર રાખીને નાગરિકોને વિના મૂલ્યેના માસ્ક વિતરણ કર્યા હતા અને સાથે સાથે મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા પ્રેરિત અભિયાન “હું પણ કોરોના વોરિયર્સ”ની સેલ્ફી સોશ્યલ મીડિયામાં અપલોડ કરવાનો કાર્ય ક્રમ રાખ્યો હતો.
સી. ટુ. સી.પરિવારે પોતાના સેવા ના આજે ૨૦૦ રવિવાર પૂરા કર્યાં હતા કોરોના વાઇરસ મહામારી માં આ સંસ્થા એ અત્યાર સુધીમાં ૨૫ હજાર માસ્ક બનાવી વિતરણ કર્યા છે આણંદ શહેર માં હાથ લારી થી માંડી મોટી ગાડી ઓ વાળા સંસ્થા નો માસ્ક પહેરી રહ્યા છે
આજે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહીલ, ડી.ડી. ઓ.શ્રી આશિષ કુમાર,અને નગર સેવા સદન પ્રમુખ શ્રી કાંતિભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માસ્ક નું વિતરણ કર્યું હતું
સી. ટુ. સી.સંસ્થા દ્વારા કોરોના મહામારી અને લોક ડાઉન હેઠળના નાગરિકો માટે ૧૫ હજાર શાક ભાજીની કીટ અને ૧૦૦૦ હજાર અનાજની કીટનું વિતરણ કર્યું હતું એથી આગળ વધીને સંસ્થાના સભ્ય શ્રીઓએ લોકડાઉન દરમિયાન સરકારી સેવા સદન અને સરકારી કચેરીઓની સામૂહિક સ્વચ્છતા કરી હતી.