Charotar Sandesh
સ્પોર્ટ્સ

આફ્રીદીએ દ.આફ્રિકાની આકરી ટીકા કરી, ખેલાડીઓને સિરિઝની વચ્ચે આઈપીએલરમવા માટે આપી મંજૂરી…

ન્યુ દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ક્રિકેટ દક્ષિણ આફ્રિકાની આકરી ટીકા કરી છે. સીએસએએ પાકિસ્તાન સામે ચાલી રહેલી ૩ મેચોની વનડે સિરીઝના મધ્યમાં જ આઈપીએલ ૨૦૨૧ રમવા માટે તેના ઘણા સ્ટાર ખેલાડીઓને રિલિઝ કરી દીધા છે.
ક્વિન્ટન ડી કોક અને કાગિસો રબાડા જેવા સ્ટાર ખેલાડીઓ વિના યજમાન દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રીજી વનડેમાં રમવા ઉતરી હતી. પાકિસ્તાનની ટીમે ત્રીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને ૨૮ રને હરાવી ૩ મેચની શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. પાકિસ્તાને આપેલા ૩૨૧ રનના જવાબમાં યજમાન દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૯૨ રન જ બનાવી શકી હતી.
આફ્રિદીએ સો.મીડિયા પર તેના ઓફિશિયલ ટિ્‌વટર હેન્ડલ પર ટિ્‌વટ કર્યું, એ જોઈને દુખ થાય છે કે, ટી૨૦ લીગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર હાવી થઈ રહી છે. આઈપીએલની શરૂઆત ૯ એપ્રિલથી થઈ રહી છે. ક્વિન્ટન ડી કોક મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જ્યારે રબાડા દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. આફ્રિદીએ લખ્યું, હુ આ જોઈને હેરાન છુ કે, દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને સિરિઝની વચ્ચે આઈપીએલમાં રમવા માટે જવાની મંજૂરી આપી દીધી. તેના વિશે ફરીથી વિચાર કરવાની જરૂર છે.
શાહિદ આફ્રિદીએ બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ શ્રેણી જીતવા બદલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આફ્રિદીએ ટ્‌વીટ કર્યું, પાકિસ્તાની ટીમને એક મોટી જીત બદલ અભિનંદન. ફખરને સદી ફટકારવા બદલ અભિનંદન. બાબરે ફરી પોતાની ક્લાસિકલ બેટિંગ બતાવી. બોલિંગ પણ સારી રહી હતી.
શ્રેણીની પ્રથમ વનડે પાકિસ્તાને ત્રણ વિકેટથી જીતી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં શાનદાર વાપસી કરી હતી અને ૧૭ રને જીત મેળવી હતી. ૪ મેચોની ટી૨૦ શ્રેણી ૧૦ એપ્રિલથી બંને ટીમો વચ્ચે રમાશે.

Related posts

ત્રણ દિવસના આકરા ક્વોરન્ટાઇન બાદ રવિન્દ્ર જાડેજા સહિત ટીમ ઇન્ડીયાના ખેલાડીઓ કરી પ્રેક્ટિસ…

Charotar Sandesh

કોહલીએ ટ્રેનિંગ શરૂ કરતા કહ્યું- એવું લાગ્યું કે ૬ દિવસ પહેલાં જ મેદાન પર ગયો હતો…

Charotar Sandesh

ક્રિકેટર હાર્દિક-કૃણાલ પંડ્યા ૨૦૦ ઓક્સિજન કન્સન્ટ્રેટર દાન કરશે…

Charotar Sandesh