Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આમ પ્રજા પર વધુ એક મોંઘવારીનો માર… અમૂલ દૂધમાં ભાવમાં લીટરે ર રૂપિયાનો વધારો…

  • તમામ બ્રાન્ડમાં પ્રતિલીટરે ર રૂપિયાનો વધારો…
    અમૂલ ગોલ્ડ પ્રતિલીટર હવે રૂ. ૫૮માં મળશે…
    અમૂલ તાજા પ્રતિલીટર હવે રૂ. ૪૬માં મળશે…
    અમૂલ શક્તિ પ્રતિલીટર હવે રૂ. ૫૨માં મળશે…
    મુંબઈ, દિલ્હી, ગુજરાત સહિતના રાજ્યોમાં ભાવવધારો…
    આવતીકાલ ૧ જુલાઈથી ભાવ અમલી થશે…

પ્રજા ઉપર ફરી એક વાર મોંઘવારીનો માર પડ્યો છે. દેશમાં પેટ્રોલના સતત વધતા જતા ભાવ પછી હવે દૂધના ભાવમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અમૂલે દૂધના ભાવમાં લિટર દીઠ બે રૂપિયાનો વધારો કરી દીધો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા બે રૂપિયાનો વધારો થયો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા આ વધારો લાગુ કરવામાં આવ્યો છે. જે 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે.

અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું કે, આ સમયગાળા દરમ્યાન ઉર્જા, પેકેજીંગ, લોજીસ્ટિકસ અને સંચાલનના એકંદર ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા, GCMMF સભ્ય સંઘો ધ્વારા પણ આ સમયગાળામાં ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂ. 45-50નો વધારો કરવામાં આવ્યો છે, જે પાછલા વર્ષની કિંમત કરતા 6%થી વધારે છે.

Related posts

આણંદમાં ૫૦ શાળા સ્માર્ટ સ્કૂલ બની, વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર-વાઈફાઈની સુવિધા મળશે…

Charotar Sandesh

આણંદમાં સફાઇકર્મીના બાળકને ધો.૧૨માં ઉત્તીર્ણ થવા બદલ પ્રશસ્તિ્‌પત્ર એનાયત કરતા કલેકટર…

Charotar Sandesh

ઉમરેઠ બાદ પેટલાદ ભાજપમાં ભડકો : આણંદ, ખંભાતમાં પણ અસંતોષનો ઉકળતો ચરૂ

Charotar Sandesh