આગામી નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ ૬% રહેવાનુ અનુમાન…
મુંબઇ : ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે શનિવારે સંકેત આપ્યાં કે કેન્દ્રીય બેન્કના નાણાકીય વર્ષમાં બદલાવ વિશે ટૂંક સમયમાં ઘોષણા કરી શકે છે.
આરબીઆઇનું નાણાકીય વર્ષ ૦૧ જુલાઇથી આગામી વર્ષે ૩૦ જૂન સુધી થઇ શકે છે. જ્યારે કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ ૦૧ એપ્રિલથી આગામી વર્ષે ૩૧ માર્ચ સુધી હોય છે. વિમલ જાલાન સમિતિએ આરબીઆઇનું નાણાકીય વર્ષ સરકારના નાણાકીય વર્ષ સમાન કરવાની ભલામણ કરી હતી. દાસે દિલ્હીમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં પ્રશ્નના જવાબમાં કહ્યું કે, હજુ આ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. તમને ટૂંક સમયમાં આ વિશે જણાવવામાં આવશે.
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની બોર્ડ બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે આવનારા દિવસોમાં રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. આનો વધુમાં વધુ લાભ લોન લેતા લોકોને થઈ શકે છે. આ ઉપરાંત ગવર્નરે આગામી નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ ૬% રહેવાનુ અનુમાન લગાવ્યુ છે. તેમણે કહ્યુ, ચાલુ નાણાકીય વર્ષની આર્થિક સમીક્ષાના આધારે અમે આ અનુમાન લગાવ્યુ છે જે આર્થિક સર્વેક્ષણ પ્રક્ષેપણને અનુરુપ છે.
એક અન્ય પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે સરકારને આરબીઆઇ તરફથી અંતરિમ લાભાંશ આપવા વિશે હાલ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. જ્યારે પણ આ વિશે નિર્ણય લેવામાં આવશે તેની જાણકારી આપવામાં આવશે.
વર્તમાન નાણાકીય વર્ષમાં આર્થિક નુકસાન બજેટ અંદાજ કરતાં વધુ રહેવાના કારણે સરકારને તેને ૦.૫ ટકા વધારીને સંશોધિત અનુમાનમાં ૩.૮ ટકા કરવુ પડ્યુ છે. આગામી નાણાકીય વર્ષ માટે આર્થિક નુકસાનનું લક્ષ્ય ૩.૫ ટકા રાખવામાં આવ્યું છે. તેવામાં રિઝર્વથી લાભાંશ મળવા પર તેને નાણાકીય શિસ્ત યથાવત રાખવામાં સરળતા રહેશે.