Charotar Sandesh
ઈન્ડિયા

આરોગ્ય કર્મચારીઓ પર હુમલા બદલ સાત વર્ષની સજા : ૫ લાખનો દંડ થશે…

ડોક્ટરો પર થતા હુમલા રોકવા મોદી સરકારે નવો વટ હુકમ બહાર પાડ્યો…

મેડિકલ કર્મચારીઓ પર હુમલો કરનારાઓને જમાનત નહિ મળે, ૩૦ દિવસની અંદર તપાસ પૂરી થશે, ગંભીર કેસમાં ૫૦ હજારથી ૨ લાખનો દંડ પણ વસૂલવામાં આવશે…

ન્યુ દિલ્હી : કોરોના વાયરસનાં મહાસંકટની વચ્ચે સ્વાસ્થ્ય કર્મચારીઓ પર સતત થઈ રહેલા હુમલા પર મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારનાં કેન્દ્રિય કેબિનટની બેઠકમાં એક વટહુકમ પાસ કરવામાં આવ્યો છે, ત્યારબાદ હવે સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારાઓની વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે. આમાં ૩ મહિનાથી ૭ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જેલની સજા ઉપરાંત રૂપિયા એક લાખથી રૂપિયા પાંચ લાખનો દંડ કરવાની પણ જોગવાઈ રજૂ કરવામાં આવી છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટ બેઠકમાં લીધેલા નિર્ણયોની જાણકારી આપી.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, “આજે અનેક ડૉક્ટરોની વિરુદ્ધ હુમલાની જાણકારી સામે આવી રહી છે. સરકાર આને સહન નહીં કરે. સરકાર આને લઇને વટહુકમ લાવી છે.” મંત્રીએ કહ્યું કે, “મેડિકલ કર્મચારીઓ પર હુમલો કરનારાઓને જમાનત નહીં મળે, ૩૦ દિવસની અંદર આની તપાસ પુરી થશે. ૧ વર્ષની અંદર નિર્ણય લેવામાં આવશે, જ્યારે ૩ મહિનાથી ૫ વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ ઉપરાંત ગંભીર કેસમાં ૬ મહિનાથી ૭ વર્ષની સજાની જોગવાઈ છે. ગંભીર કેસમાં ૫૦ હજારથી ૨ લાખનો દંડ પણ લગાવવામાં આવશે.”

વટહુકમ પ્રમાણે, જો કોઈએ સ્વાસ્થ્ય કર્મચારીની ગાડી પર હુમલો કર્યો તો માર્કેટ વેલ્યૂથી બમણી વસૂલી કરવામાં આવશે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, “દેશમાં હવે ૭૨૩ કોવિડ હૉસ્પિટલ છે, જેમાં લગભગ ૨ લાખ બેડ તૈયાર છે. આમાંથી ૨૪ હજાર આઈસીયૂ બેડ છે અને ૧૨ હજાર ૧૯૦ વેન્ટિલેટર છે, જ્યારે ૨૫ લાખથી વધારે દ્ગ૯૫ માસ્ક પણ છે. આ ઉપરાંત ૨.૫ કરોડનાં ઑર્ડર આપી દેવામાં આવ્યા છે.”

વડાપ્રધાન નિવાસસ્થાને પીએમ મોદીની આગેવાનીમાં થયેલી બેઠકમાં કોરોના વાયરસની વર્તમાન અસર અને લોકડાઉનની સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત આર્થિક સ્થિતિ પર પણ ચર્ચા થઈ. કેન્દ્ર સરકાર તરફથી પહેલા પણ રાહત તરીકે ૧ લાખ સત્તર હજાર રૂપિયાનાં આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદી આ પહેલા પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ મંત્રીઓ, રાજ્યનાં મુખ્યમંત્રીઓની સાથે વાતચીત કરતા આવ્યા છે.

સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો થશે તો કાયદો આ રીતે કામ કરશે :
– આરોગ્ય કર્મચારી પર હુમલો અને બિનજામીનપાત્ર ગુનો માનવામાં આવશે
– તપાસ અધિકારીએ ૩૦ દિવસમાં તપાસ પૂરી કરવાની રહેશે
– આ પ્રકારના ગુનામાં ૩ મહિનાથી ૫ વર્ષની સજા તથા ૫૦ હજારથી ૨ લાખ સુધી દંડ થઈ શકે છે
– ગંભીર ઈજાની સ્થિતિમાં ૬ મહિનાથી ૭ વર્ષની સજા અને એક લાખથી ૫ લાખ સુધીની સજા
– આરોગ્ય કર્મચારીના વાહન અથવા ક્લિનિકને નુકસાન થતા માર્કેટ વેલ્યુના બે ગણી રકમ હુમલાખોરો પાસેથી વસુલ કરવામાં આવશે

Related posts

ભારતમાં ઇન્ટરનેટના ૪૫ કરોડ યૂઝર્સ : બાળકોની સંખ્યા સૌથી વધુ…

Charotar Sandesh

હું આવનારી વિધાનસભા ચૂંટણી નથી લડવાનોઃ સિદ્ધારમૈયા

Charotar Sandesh

ડિઝલમાં રોજેરોજના ડામથી ટ્રાન્સપોર્ટરો વિફર્યા… સરેરાશ ૧૫ દિવસમાં વધ્યા આટલા રૂપિયા…!

Charotar Sandesh