એટ્રોસિટી સહિતની કલમો હેઠળ એફઆઈઆર દાખલ…
છોટા ઉદેપુર : ગુજરાતમાં પોલીસ કર્મી સુનિતા યાદવ અને આરોગ્યમંત્રી કુમાર કાનાણીના દીકરા વચ્ચે બબાલ બાદ બીજો એક કિસ્સો ગાજ્યો હતો. આર્મી જવાન અને પોલીસ વચ્ચે ઘર્ષણનો જે મામલે ૭ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ થઈ છે. ૪ દિવસ પહેલા બનેલી ઘટનાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આર્મી જવાન સાથે માસ્ક-બાઇકના કાગળ મુદ્દે ઘર્ષણ થયું હતું. ઘર્ષણ બાદ આર્મી જવાનની ધરપકડ કરાઈ હતી. ૫૦ કલાકથી વધુ કસ્ટડીમાં રાખી માર માર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મામલે છોટાઉદેપુર પોલીસના પીએસઆઈ સહિત ૭ પોલીસ કર્ણચારીઓ સામે એટ્રોસિટિ સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
આરોપી પોલીસના નામ
પી.એસ.આઈ. પ્રજાપતિ
શસનાભાઈ સેલિયાભાઈ (આ.હે.કો.)
ઉત્તમભાઈ શનાભાઈ (કોન્સ્ટેબલ)
તેમજ અન્ય ૪ પોલીસ અધિકારીઓ
માસ્ક ન પહેરવા પર ૨૦૦ રૂપિયા દંડ કરવામાં આવી રહ્યો છે. છોટાઉદેપુરમાં પણ આ મામલે પોલીસ અને આર્મી જવાન વચ્ચે ઝપાઝપીની ઘટના સામે આવી છે.આ ઘટનામાં આર્મી જવાન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યાનુસાર છોટાઉદેપુર પોલીસે માસ્ક વગર બહાર નીકળેલા બાઇક ચાલકને અટકાવ્યો હતો. બાઇક ચાલકો પોતાની ઓળખ આર્મી જવાબ તરીકે આપી હતી. આ દરમિયાન પોલીસકર્મીઓ અને આર્મી જવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવીને જવાને હોબાળો મચાવ્યો હતો. જે બાદમાં મામલો ઝપાઝપી સુધી આવી પહોંચ્યો હતો. આ મામલે પોલીસે આર્મી જવાન અનિસ રાઠવા સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. ઝપાઝપી બાદ પોલીસ આર્મી જવાનને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લાવી હતી. સમગ્ર બબાબ દરમિયાન આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા.