Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આવતીકાલે વડતાલ હોસ્પિટલમાં નવા ઓકસીજન પ્લાન્ટનું મુખ્યમંત્રી વિજયભાઈ ઈ-લોકાર્પણ કરશે

આમ્રોત્સવ એવં ઓનલાઈન રવિસભા પણ યોજાશે…

ખેડા જીલ્લામાં આવેલ જગપ્રસિદ્ધ તીર્થધામ વડતાલ આવેલ છે, આ સંસ્થામાં નિશુલ્ક સારવાર આપતી હોસ્પિટલમાં હાલમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત છે જેમાં ભવિષ્યની જરૂરીયાત ધ્યાનમાં રાખીને નવો ઓકસીજન પ્લાન્ટ શરૂ થઈ રહ્યો છે . વડતાલ જ્ઞાનબાગ નિવાસી પાર્ષદવર્યશ્રી કાનજી ભગતની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ભગવાન કલાકેન્દ્ર ટ્રસ્ટ અને ઈન્ડો અમેરિકન સોસાયટી સ્ક્રેન્ટન – અમેરિકાના સૌજન્યથી આ સેવા પ્રાપ્ત થી છે.

આ નૂતન પ્લાન્ટનું ઈ લોકાર્પણ મા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના કરકમળોથી સંપન્ન થશે. આ પ્રસંગે મા.શ્રી પંકજભાઈ દેસાઈ – મુખ્યદંડકશ્રી ગુજરાત વિધાનસભા, મા શ્રી દેવુસિંહ ચૌહાણ – સાસંદશ્રી ખેડા, મા શ્રી અર્જુનસિંહ ચૌહાણ જીલ્લા ભાજપ પ્રમુખ એવં ખેડા જીલ્લા પૂર્વ કલેક્ટર આઈ કે પટેલ વેગેરે મહાનુભાવ ઊપસ્થિત રહેશે. આજના પ્રસંગે સંસ્થાના કોવિડ રાહત સેવા કાર્યોમાં સેવા કરનાર સ્વયંસેવકોનું અભિવાદન કરવામાં આવશે.

આ પ્રસંગે પૂ અથાણાવાળા સ્વામીની સ્મૃતિમાં પરેશભાઈ પી પટેલ અને હરિકૃષ્ણભાઈ બી પટેલ પરિવાર – કેન્યા તરફથી વડતાલધામમાં બિરાજમાન દેવને ૧૫૦૦ કીલો કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવશે, અને આ કેરીઓ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં વહેંચવામાં આવશે. સાથે સાથે સાંજે ચારથી છ ઓનલાઈન રવિસભા પણ યોજાશે ; એમ શ્યામવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું.

Related posts

દશેરાના દિવસે અમદાવાદના ભક્તે ડાકોરમાં ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનું કર્યું દાન…

Charotar Sandesh

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ! ગળતેશ્વરમાં લોકોની ઉમટી ભીડ

Charotar Sandesh

બપોરે ગરમી સાથે બફારાથી જનતા અકળાઈ : ડબલ ઋતુમાં રોગચાળાએ માથુ ઉંચકયુ…

Charotar Sandesh