દિસપુર : આસામમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન શાહે સભા સંબોધી હતી. આ પૈકીની એક સભામાં તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી.
અમિત શાહે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી આજકાલ ટુરિસ્ટની જેમ આસામ આવે છે અને કહે છે કે, બદરુદ્દીન અજમલ આસામની ઓળખ છે.શું બદરુદ્દીન આસામની ઓળખ છે કે ભૂપેન હજારિકા, શંકાર દેવ અને ઉપેન્દ્ર નાથ આસામની ઓળખ છે?અજમલ આસામની ઓળખ હોઈ શકે નહીં.બદરુદ્દીન અજમલ દાવો કરે છે કે સરકાર બનાવવાની ચાવી મારી પાસે છે પણ મારે કહેવુ છે કે, સરકારની ચાવી તમારા નહીં પણ આસામના લોકોના હાથમાં છે.આસામને ઘૂસણખોરોનો અડ્ડો નહીં બનવા દઈએ.તમને ભાજપ ઉખાડીને ફેંકી દેશે.
તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ ક્યારે પણ હિંસા, આંદોલન અને આતંકવાદ સમાપ્ત કરવા માંગતી નહોતી.આસામમાં ભાજપની રાજ્ય સરકાર અને કેન્દ્રની ભાજપ સરકારે મળીને ડબલ એન્જિનની જેમ કામ કરીને આસામને વિકાસના રસ્તા પર મુકી દીધુ છે.છેલ્લા પાંચ વર્ષમાં બ્રહ્રમપુત્રા નદી પર ૬ બ્રિજ બન્યા છે.આસામમાં જંગલોમાં ગેંડાના શિકારને અટકાવ્યો છે.કાજીરંગા નેશનલ પાર્કને ઘૂસણખોરોથી મુક્ત કરાવ્યો છે.પાંચ વર્ષ પહેલા પણ મેં કહ્યુ હતુ કે, અમારી સરકાર બનશે તો આસામને આતંકવાદ મુક્ત બનાવીશું.આજે આ વાયદો પૂરો થયો છે.આસામમાં હિંસાના યુગની સમાપ્તિ કરવાનો જે વાયદો ભાજપ સરકારે કર્યો હતો તે પણ પૂરો થયો છે.