દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે ત્યારે આસામ સરકારનો મતદારોને રિઝવવા મોટો નિર્ણય…
દારૂ પર ૨૫ ટકા ડ્યૂટી ઘટાડવામાં આવી, વિતેલા વર્ષે એપ્રિલ માસમાં આસામમાં પેટ્રોલ અને ડિઝલ પર ૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, આસામમાં માર્ચ-એપ્રિલમાં ચૂંટણી યોજાશે…
દિસપૂર : એક બાજુ જ્યાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખતા આસામ સરકારે મોટો નિર્ણય કર્યો છે. આસામની સર્બનંદ સોનેવાલે સરકારે આજે કહ્યું કે, રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની સાથે જ દારૂ પર ૨૫% ડ્યૂટી ઘટાડવામાં આવી છે. નવા દર અને ટેક્સ આજે રાત્રે ૧૨ કલાકથી લાગુ થશે.
આસામના નાણા મંત્રી હેમંતા વિશ્વાસર્માએ આજે વિધાનસભામાં નવા દરની જાહેરાત કરી છે. આસામમાં માર્ચ-એપ્રિલમાં ચૂંટણી થવાની છે. સર્બાનંદ સોનેવાલના નેતૃત્વવાળી ભાજપ સરકાર સત્તાની ખુરશી પોતાની પાસે રાખવા માગે છે.
જણાવીએ કે, વિતેલા વર્ષે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલમાં રેકોર્ડ ઘટાડો થવાં છતા આસામ સરાકેર કોરોના મહામારી પર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો હતો. વિતેલા વર્ષે એપ્રિલ મહિનામાં આસામમાં પેટ્રોલ ૫.૮૫ રૂપિયા અને ડીઝલ પર ૫.૪૩ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારાનો વિપક્ષે ખૂબ વિરોધ કર્યો હતો.
એ દરમિયાન પેટ્રોલ ડીઝલની કિંમતાં વધારો કરતાં નાણામંત્રીએ કહ્યું હતું કે, એક વખત જ્યારે કોરોના ખત્મ થઈ જશે ત્યારે કિંમતની ફરીથી સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકારે તે સમયે કિંમતમાં વધારવા પાછળ રાજસ્વમાં નુકસાનનું કારણ આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે આસામ, પશ્ચિમ બંગાળ, કેરલ અને તામિલનાડુ એમ ચાર રાજ્યમાં ચૂંટણીઓ યોજાવાની છે. હાલમાં આસામમાં ભાજપની સરકાર છે. ચૂંટણી પંચ ૧૫ ફેબ્રુઆરી બાદ ક્યારે પણ આ ચાર રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. જોકે એ પહેલા મતદારોને લોભાવવા માટેની હોડ શરુ થઈ ચુકી છે.
ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં છ થી આઠ તબક્કામાં અને આસમમાં બે થી ત્રણ તબક્કામાં તેમજ તામિલનાડુ અને કેરલમાં એક જ તબક્કામાં મતદાન યોજવામાં આવે તેવી શક્યતા છે.
દરમિયાન આસામ અને પશ્ચિમ બંગાળમાં તો રાજકીય પક્ષોએ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઝંઝાવાતી પ્રચાર પણ શરુ કરી દીધો છે.