Charotar Sandesh
સ્પોર્ટ્સ

આ વખતે ધોનીને રીટેઈન કરવા માટે સીએસકેએ ચુકવવા પડશે ૧૫ કરોડઃ આકાશ ચોપરા

ન્યુ દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર અને વર્તમાન કોમેન્ટેટર આકાશ ચોપરાનું માનવું છે કે ૨૦૨૧ની આઈપીએલ માટે મોટી હરાજી થાય તો ચેન્નાઈ સુપર કિંગ્સે તેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને રિલીઝ કરી દેવો જોઇએ. ચોપરાનું માનવું છે કે ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ જો આ વખતે ધોનીને રિટેઇન કરશે તો આ માટે તેને ૧૫ કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
ચોપરાએ જણાવ્યું હતું કે મને લાગે છે કે જો મોટી હરાજી થાય છે તો ચેન્નાઈએ ધોનીને રિલીઝ કરી દેવો જોઇએ. હું એમ નથી કહેતો કે તમે તેને ટીમમાં રાખો નહીં પરંતુ જો તમે તેને રિટેઇન કરશો તો ૧૫ કરોડ આપવા પડશે. હવે જો ધોની ટીમમાં રહે છે તો તે ૨૦૨૧ની આઇપીએલમાં રમશે અને તમને ૨૦૨૨ની સિઝન માટે ૧૫ કરોડ રૂપિયા પરત મળશે પણ એ વખતે તમે આ રૂપિયાનું શું કરશો ? મોટી હરાજીનો આ જ તો ફાયદો છે. ચેન્નાઈ આ સંજોગોમાં રાઇટ ટુ મેચ કાર્ડ દ્વારા ધોનીને પરત લઈ શકે છે તેમ ચોપરાએ જણાવ્યું હતું.
મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની અંતિમ મેચમાં સ્પષ્ટતા કરી દીધી હતી કે તે હજી નિવૃત્તિ લઈ રહ્યો નથી અને આગામી સિઝનમાં રમવાનો છે. તે આવતા વર્ષે પણ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે જ રમવાનો છે. આ સિઝનની અંતિમ મેચમાં ચેન્નાઈ અને પંજાબનો મુકાબલો થયો ત્યારે ટોસ વખતે ધોનીને પૂછવામાં આવ્યું હતું કે ચેન્નાઈ માટે આ તેની અંતિમ મેચ છે ત્યારે ધોનીએ જવાબ આપ્યો હતો કે ના, બિલકુલ નહીં. તે ચેન્નાઈ માટે આગળ રમવાનો છે. અગાઉ ધોનીએ આ વર્ષે ૧૫મી ઓગસ્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.

Related posts

ડે-નાઇટ ટેસ્ટમાં પણ ગુલાબી બોલના સ્થાને લાલ બોલનો ઉપયોગ થવો જોઇએ : સ્ટિવ સ્મિથ

Charotar Sandesh

ધોનીના સમયમાં અમારી પાસે વધુ અનુભવ નહોતો, વિરાટની કેપ્ટન્સીમાં ઘણો ફરક પડ્યોઃ ઇશાંત

Charotar Sandesh

આ વર્ષે કિંગ્સ ઇલેવન પંજાબ જીતી શકે છે આઈપીએલઃ ગ્લેન મેક્સવેલ

Charotar Sandesh