Charotar Sandesh
બોલિવૂડ

આ વર્ષે જન્મદિવસ નહિ ઉજવે સલમાન ખાન…

મુંબઈ : સલમાન ખાન ૨૭ ડિસેમ્બરે ૫૫ વર્ષનો થઇ જશે. જોકે, એક રિપોર્ટ અનુસાર તે આ વર્ષે તેનો જન્મદિવસ નહીં મનાવે. આ રિપોર્ટમાં સલમાનના નજીકના મિત્રના હવાલે લખવામાં આવ્યું છે, ’આવું પહેલીવાર છે, જ્યારે અમે ભાઈના જન્મદિવસ અને નવા વર્ષના અવસરે તેમના ફાર્મહાઉસ પર નથી જઈ રહ્યા.
સ્પોટબોયના આ જ રિપોર્ટમાં મિત્રના હવાલે આગળ લખ્યું છે, ’મેં અમુક મીડિયા રિપોટ્‌ર્સમાં જોયું કે સલમાન આ વર્ષે નાનું સેલિબ્રેશન કરશે. પણ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તે પહેલીવાર તેના જન્મદિવસ અને નવા વર્ષ પર તેના જીજુ (આયુષ શર્મા) સાથે ફિલ્મ ’અંતિમઃ ધ ફાઇનલ ટ્રુથ’નું શૂટિંગ કરતો હશે. જોકે, આ ફિલ્મના ડિરેક્ટર મહેશ માંજરેકર છે એટલે સેટ પર ભાઈના જન્મદિવસનું કોઈપણ પ્રકારનું સેલિબ્રેશન હોવાનું નક્કી છે.
મહેશ માંજરેકર ન માત્ર સલમાન અને આયુષ સ્ટારર ફિલ્મ ’અંતિમ’ના ડિરેક્ટર છે પણ તે સલમાનના ક્લોઝ ફ્રેન્ડ્‌સમાં સામેલ છે. સલમાને મહેશની દીકરી સઈ માંજરેકરને તેની ફિલ્મ ’દબંગ ૩’માં કાસ્ટ કરી હતી. રિપોર્ટ તો એવા પણ છે કે સઈ માંજરેકર ’અંતિમ’ ફિલ્મમાં પણ મહત્ત્વના રોલમાં છે. જોકે, ખુદ મહેશે આ વાતને નકારી દીધી છે.

Related posts

સુશાંતની પુણ્યતિથિ પર ચાહકો થયા ઇમોશનલ, કહ્યું- અમને તમારી યાદ આવે છે…

Charotar Sandesh

ફૂટબોલ ટીમના ખેલાડીઓ કરતા પણ વધારે છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ…

Charotar Sandesh

દિકરાનો કિસિંગ સીન ડિરેક્ટર કરવામાં વાંધો શું છે? : ડેવિડ ધવન

Charotar Sandesh