Charotar Sandesh
વર્લ્ડ

ઇઝરાયેલ-પેલેસ્ટાઇનના વિવાદમાં અમેરિકાની એન્ટ્રી…

બાઇડને અબ્બાસ-નેતન્યાહૂ સાથે વાતચીત કરી…

વોશિંગ્ટન/જેરુસલેમ : પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ફોન પર વાત કરીને ઈઝરાયેલ સાથે ચાલુ ઘર્ષણમાં હસ્તક્ષેપ કરવાનો અને ઈઝરાયેલ દ્વારા પેલેસ્ટાઈન પર થઈ રહેલા હુમલાને બંધ કરવા માટે આહ્વાન કર્યું છે. આ ઉપરાંત ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પણ ગાઝાની સ્થિતિને લઈને બાઈડેન સાથે વાતચીત કરી છે.
પેલેસ્ટાઈનની સરકારી સમાચાર એજન્સી વાફાએ શનિવારે જાણકારી આપી કે અબ્બાસે અમેરિકી રાષ્ટ્રપતિને ફોન કરીને તેમને પેલેસ્ટાઈન વિસ્તારમાં ચાલુ હિંસા અંગે તાજી જાણકારી આપતા કહ્યું કે જ્યાં સુધી વિસ્તારમાં ઈઝરાયેલી કબ્જો નહીં હટે ત્યાં સુધી વિસ્તારમાં સુરક્ષા અને સ્થિરતા સ્થાપિત થઈ શકશે નહીં. તેમણે કહ્યું કે પેલેસ્ટાઈનના લોકો શાંતિ ઈચ્છે છે. બાઈડેને પણ પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિતક રવા માટે હિંસા ઓછી કરવા પર ભાર મૂક્યો.
નેતન્યાહૂની ઓફિસ તરફથી બહાર પડેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયેલી નેતાએ બાઈડેનને ઈઝરાયેલ દ્વારા કરાઈ રહેલી કાર્યવાહી કે સંભવિત કાર્યવાહી અંગે જાણકારી આપી. તેમણે બાઈડેનનો ’આત્મરક્ષાના અધિકારનો અમેરિકા દ્વારા બિનશરતી અપાયેલા સમર્થન માટે પણ આભાર વ્યક્ત કર્યો.’ આ દરમિયાન નેતન્યાહૂએ એ વાત પર ભાર મૂક્યો કે ઈઝરાયેલ દ્વારા એ બાબતે પૂરેપૂરો પ્રયત્ન થઈ રહ્યો છે કે જે લોકો હિંસામાં સામેલ નથી તેમને નુકસાનથી બચાવવામાં આવે.

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન કોરોના પોઝિટિવ…

Charotar Sandesh

કેનેડા-અમેરિકા બ્રિજ પરથી આંદોલનકારી ટ્રકચાલકોએ વાહનો હટાવ્યા

Charotar Sandesh

કોરોના વાયરસ થકી ચીને અમેરિકા પર હૂમલો કર્યો : ટ્રમ્પનો આરોપ

Charotar Sandesh